ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કવિતા ચૌધરીની ‘ઉડાન’ થંભી ગઈઃ 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન

Text To Speech
  • કવિતાએ દૂરદર્શનની ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘ઉડાન’માં IPSઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.

મુંબઈ, 16 ફેબ્રુઆરી, દૂરદર્શનની પ્રસિદ્ધ ટીવી સીરિયલ ‘ઉડાન’ની અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગત રાત્રે 8.30 વાગ્યે કવિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘ઉડાન’માં IPSઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.

કવિતા ચૌધરીની 'ઉડાન' થંભી ગઈઃ 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન hum dekhenge news

કવિતા ચૌધરીના અંતિમ સંસ્કાર અમૃતસરમાં કરાયા

અહેવાલો અનુસાર, અભિનેત્રીના અંતિમ સંસ્કાર શિવપુરી અમૃતસરમાં કરવામાં આવ્યા હતા. કવિતા ચૌધરીએ સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને ‘IPS ડાયરીઝ’ જેવા શો પણ કર્યા હતા. કવિતા પોલીસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની નાની બહેન હતી. જોકે ખરી પ્રસિદ્ધિ તો ‘ઉડાન’ના ઓફિસર કલ્યાણીના પાત્રએ જ અપાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Suchitra Varma (@suchitravarma28)

ફેન્સ અને ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

કવિતાના નિધનના સમાચારથી તેમના ચાહકો દુઃખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કવિતાના નિધનના સમાચાર વાંચીને એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું હતું કે તેઓ 80ના દાયકામાં અમારા સમયના એક દિગ્ગજ અભિનેત્રી હતાં અને ખૂબ જ સુંદર અદાકારા હતાં. બીજા એક યુઝરે લખ્યું હતું કે અમે બાળપણમાં એમની સીરિયલ જોતા હતા અને એમના જેવા જ બનવાનું સપનું હતું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે… ઉડાન સિરિયલની વાર્તા ભારતની પ્રથમ મહિલા DGP કંચન ચૌધરીના જીવન પર આધારિત હતી. કવિતાએ ઉડાનમાં કંચનનો રોલ કર્યો હતો. કવિતા ચૌધરીના નિધનથી મનોરંજન જગતને મોટું નુકસાન થયું છે. તેમણે પોતાના અભિનય અને કૌશલ્યથી નવા નવા શિખરો સર કર્યા હતા.

આ પણ વાંચોઃ શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા 63 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ

Back to top button