કવિશ્રી “ઉશનસ” શાળા ક્રમાંક 318માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
15 મી ઓગસ્ટની ઉજવણી પૂર્વે સુરતમાં કવિશ્રી “ઉશનસ” શાળા ક્રમાંક 318 માં 650 બાળકોને હર ઘર ત્રિરંગા યોજનામાં દાતાશ્રીઓ દ્વારા 650 નંગ રાષ્ટ્રધ્વજ આપવામા આવ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક વિજયભાઈ ઝાંઝારૂકીયા દ્વારા એક વિચાર કરવામાં આવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના વિચારને સહુ નાગરિકો દ્વારા આટલા બહોળા પ્રમાણમાં અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારે આ શાળાના બાળકો પણ આમાં ભાગ લઇ માભારતી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે અને આ એક વિચારને અમલમાં મુકવા માટે દાતાઓના સહકાર દ્વારા આ વિચારને ચરિતાર્થ કરવા માટે ઉદાર હાથે મદદ કારવામાં આવી હતી.
શાળાના દાતા ધનંજય પટેલે આ વિચાર વધાવ્યો અને પોતાના સર્કલ માંથી 200 રાષ્ટ્રધ્વજના પૈસા ભેગા કરી શાળાને અર્પણ કર્યા બીજી બાજુ શાળાના તમામ 15 શિક્ષકોએ પણ 10-10 રાષ્ટ્રધ્વજના પૈસા આપી પોતાના વર્ગના 10 બાળકોના ઘરે ધ્વજ લહેરાય તેવી ઉમદા ભાવના વ્યક્ત કરી હતી અને પાલના નગરસેવક ઉર્વશીબેન પટેલ ના સહકારથી ઓ.એન.જી.સી. કંપની દ્વારા શાળાને બાકીના 300 નંગ રાષ્ટ્રધ્વજ પૂરા પાડવામાં આવ્યા હતા. આ માટે બાળકો પોતાના ઘરે લગાવશે અને તેઓ એક એક ફોટો પાડી શાળાના વોટસેપ ગ્રુપમાં શેર કરશે.
રોટરી સુરત રિવર સાઇડ ક્લબના પ્રેસિડન્ટ રિતુ તલવાર દ્વારા ધ્વજ વંદન કરી શાળાના તમામ બાળકોને ચોકલેટ ખવડાવી હતી ત્યારબાદ એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમા શાળાના 6 થી 8 ની 300 બાળકોએ હાથમા રાષ્ટ્રધ્વજ લઈ નારા બોલાવના બોલાવના વિસ્તારમા ફર્યા હતા અને આખું વાતાવરણ દેશપ્રેમથી રંગાઈ ગયું હતું.
આ યાત્રામાં નિરિક્ષક રાગીણીબેન દલાલ, સી.આર.સી. સ્નેહલબેન, રોટરી વિર સાઇડના રાજન તલવાર, નિરુપા પટેલ, મનોજભાઈ તેજથી માતા, અવની ઝાંઝકીયા, દાતા પરિવારના મહેશકાકા, યોગેશભાઇ, ઘનશ્યામકાકા, ગીરીશકાકા, પ્રફુલભાઇ પટેલ સાહેબ વગેરે જોડાયા હતા.
આ પણ વાંચો : આર એચ કાપડિયા સ્કુલમાં દેશભક્તિના ગીતો પર નૃત્ય સાથે આઝાદીના પર્વની ઉજવણી