

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં આપ ભાજપને મજબૂત ટક્કર આપવા માંગે છે. આમ આદમી પાર્ટી લોકોને આકર્ષવા માટે નવી નવી જાહેરાત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવે છે. હાલ પણ તે ગુજરાત પ્રવાસે છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ફરી એકવાર વિધાનસભા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે.

આજે સાંજે કેજરીવાલ સફાઈ કામદારો સાથે ટાઉનહોલ મિટીંગ કરશે. તેમજ આ સમયે જ વધુ એક વચન આપી શકે છે. સફાઇ કામદારોને લઈને કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા. . અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા. અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધુ હતું. મુખ્યમંત્રી કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા. રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.
આ પણ વાંચો : સરદાર સરોવર ડેમ ફરી ભયજનક સપાટીએ, સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે પહોંચી