કૌન હૈ બે..? વિદ્યાર્થીની માતા અને સ્કૂલ શિક્ષક વચ્ચેની ચૅટ થઈ વાયરલ
- ઈન્ટરનેટની દુનિયામાં તમને ઘણા બધા વીડિયો અને ચૅટ મળી જશે, જે રોજબરોજ વાયરલ થઈ રહ્યા હોય. ક્યારેક તે મજેદાર હોય છે, તો ક્યારેક હેરાન કરી દે તેવા પણ હોય છે
સોશિયલ મીડિયાના આ સમયમાં કોઈ પણ વસ્તુ વાયરલ થવામાં સમય લાગતો નથી, પછી ભલે તે વીડિયો હોય કે કોઈ ચેટ્સ. ઈન્ટરનેટની દુનિયામાં તમને ઘણા બધા વીડિયો અને ચૅટ મળી જશે, જે રોજબરોજ વાયરલ થઈ રહ્યા હોય. ક્યારેક તે મજેદાર હોય છે, તો ક્યારેક હેરાન કરી દે તેવા પણ હોય છે. તમે આ વીડિયોઝને જોઈને કે પછી ચૅટ વાંચીને વિચારવા પર મજબૂર થઈ જશો કે આવું કોઈ કેવી રીતે કરી શકે?
સોશિયલ મીડિયા પર એક ચેટનો સ્ક્રીનશોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચૅટ એક સ્કૂલ ટીચર અને સ્ટુડન્ટ્સની માતા વચ્ચેની વાતચીત છે. તેને લોકો એક્સ પર ખૂબ જ શેર કરી રહ્યા છે. વિદ્યાર્થીનું નામ અરુણ કહેવામાં આવી રહ્યું છે. વાયરલ ચૅટ મુજબ પહેલા ટીચરે મેસેજ મોકલ્યો હતો, આજ અરુણની સ્કૂલમાં આવીને મળો. ત્યારે તેની પર રિપ્લાય આવે છે. કૌન હૈ બે… ત્યારબાદ જવાબ આવે છે. હું તેનો ક્લાસ ટીચર છુ, સ્કૂલમાંથી. બોલવાની મેનર્સ નથી કે શું? તો સામે રિપ્લાય આવે છે નથી. અરુણને સ્કૂલમાંથી કાઢી મૂકો, મારે મતલબ નથી. ટીચર પૂછે છે તમે કોણ? તો જવાબ આવે છે અરુણની મમ્મી.
Whatsapp text-Kalesh b/w a Teacher and Arun's Mom pic.twitter.com/b2k54gR4Qj
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 2, 2024
યૂઝર્સ આ શેર કરાયેલી ચૅટ પર ખૂબ જ મજા લઈ રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે બ્રો ધિસ ઈઝ નોટ અરુણ મોમ, ધિસ ઈઝ મિથૂ ડોન. કોઈ યૂઝરે લખ્યું છે કે અરુણ ખુદ મમ્મી બનીને મેસેજ કરી રહ્યો છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે ક્યાંથી લાવો છો આવા કન્ટેન્ટ. આ ચૅટને અત્યાર સુધી 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 7000થી વધુ લોકોએ પસંદ કરી છે. 441 લોકોએ તેને રીટ્વિટ કરી છે.
આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાના જન્મદિવસ પર ફેન્સને મળી સરપ્રાઈઝ, જુઓ પુષ્પા 2ની શ્રીવલ્લીની ઝલક