કૈટરિનાએ પતિના બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી, ખુશ દેખાયો વિક્કી


- થોડા દિવસો પહેલા વિક્કી કૌશલનો જન્મદિવસ હતો. આ ખાસ અવસરને સ્પેશિયલ બનાવવાનો એક પણ ચાન્સ કૈટરિનાએ છોડ્યો ન હતો
કૈટરિના કૈફ અને વિક્કી કૌશલની જોડી બોલિવૂડની સૌથી ફેવરિટ જોડીમાં સામેલ છે. ફેન્સ બંનેને ખૂબ જ પસંદ કરતા હોય છે. બંને સ્ટાર જ્યારે પણ એકસાથે દેખાય છે, તો લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. થોડા દિવસો પહેલા વિક્કી કૌશલનો જન્મદિવસ હતો. આ ખાસ અવસરને સ્પેશિયલ બનાવવાનો એક પણ ચાન્સ કૈટરિનાએ છોડ્યો ન હતો. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને પતિને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તેની આ પોસ્ટ લેટ નાઈટ આવી હતી.
બોલિવૂડ સ્ટાર કૈટરિના કૈફે તેના પતિ વિક્કી કૌશલના 36મા જન્મદિવસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કૈટરિનાએ ખાસ પોસ્ટ શેર કરીને વિક્કી પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો, તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પહેલી તસવીરમાં ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઈક સ્ટાર એક વિન્ડો સામે બેઠેલો જોવા મળે છે. તેણે ડાર્ક બ્લૂ જીન્સની સાથે સફેદ સ્વેટશર્ટ પહેર્યો છે.
View this post on Instagram
તસવીરોમાં ખુશખુશાલ દેખાયો વિક્કી
અન્ય એક તસવીરમાં વિક્કી કૌશલ હાથમાં કોફી મગ પકડીને ખુશખુશાલ દેખાય છે, જ્યારે ત્રીજી તસવીર કોઈ રેસ્ટોરાંની લાગી રહી છે. આ તસવીરમાં વિક્કી કૌશલ સામે એક પ્લેટ છે. જેની પર હેપ્પી બર્થડે લખેલું છે. આ પ્લેટમાં કેક પણ છે. કૈટરિનાએ આ તસવીરોને શેર કરીને કેપ્શનમાં હાર્ટ ઈમોજી અને એક કેક ઈમોજી પોસ્ટ કર્યું છે.
વિક્કી-કૈટરિનાની આગામી ફિલ્મો
વિક્કી અને કૈટરિનાના લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે. તેઓ 2021માં રાજસ્થાનમાં લગ્નના બંઘનમાં બંધાયાં હતાં. તેમના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો વિક્કીની આગામી ફિલ્મ લક્ષ્મણ ઉતેકર સાથે છે. ફિલ્મનું નામ ‘છાવા’ છે, જેમાં તે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળે છે. કૈટરિના છેલ્લે શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’ ફિલ્મમાં જોવા મળી હતી. ખૂબ જ જલ્દી તે ‘જી લે જરા’નુ શૂટિંગ શરૂ કરશે, તેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પણ દેખાશે.
આ પણ વાંચોઃ રશ્મિકા મંદાન્નાએ અટલ સેતુ પર બનાવ્યો વીડિયો, પીએમ મોદીએ કર્યા વખાણ