વિક્કી કૌશલે પત્ની અને સાળી સાથે રમી હોળી


બી-ટાઉનના ફેમસ કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે હોળીની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે વિક્કી કૌશલ અને તેના સાસરિયાઓ સાથે હોળીની ઉજવણી કરતી જોવા મળી હતી. કેટરીનાએ બે તસવીરો શેર કરી છે. જેમાં એકમાં તે વિક્કી સાથે પોઝ આપી રહી છે અને બીજામાં તે પરિવાર સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. તસવીરોમાં કેટરીના અને વિક્કીનો આખો ચહેરો રંગીન છે. તસ્વીરોમાં કેટરીના પીળા કુર્તામાં જોવા મળી રહી છે અને વિક્કીએ સફેદ શર્ટ પહેરેલ છે જે રંગોથી ભરેલો છે. આ સુંદર તસવીરો શેર કરતાં કેટરીનાએ લખ્યું, ‘હેપ્પી હોળી.’

વિક્કી-કેટરીનાની તસવીરો પર ફેન્સની કમેન્ટ્સ
ફેન્સ કેટરિના અને વિકીની આ તસવીરો પર કમેન્ટ્સ કરી રહ્યા છે અને કમેન્ટ સેક્શન દ્વારા કપલને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક ફેને લખ્યું, ‘બ્યુટીફુલ સ્માઈલ.’ જ્યારે બીજાએ લખ્યું, ‘OMG..ફોટોસ ખૂબ જ સારા છે.’ તમને જણાવી દઈએ કે આ કપલની તસવીરોને થોડી જ વારમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે કેટરિના અને વિકીએ રાજસ્થાનમાં 9 ડિસેમ્બર 2021ના રોજ શાહી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.