ટ્રેન્ડિંગમનોરંજન

કૈટરિના કૈફે શૅર કર્યો ટાઇગર-3ના એક્શન સીનનો વીડિયોઃ પબ્લિક ખુશ થઈ!

Text To Speech
  • કૈટરિના કૈફે આ તસવીરો અને વીડિયોઝને શેર કરતા લખ્યું છે કે જ્યારે ટાઈગરનો સમય આવે છે તો મારા માટે મારી લિમિટ્સ વધારવાનો સમય હોય છે. મારી ક્ષમતાઓ અને મારી અંદરની તાકાતને અજમાવવાનો સમય હોય છે.

બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન અને કૈટરિના કૈફની ફિલ્મ ટાઇગર-3 12 નવેમ્બરે થિયેટર્સમાં રીલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ફરી એક વાર લેવલ અપ કરવાની કોશિશ કરી છે. કૈટરિના કૈફના ટોવેલમાં ફાઈટ કરવાથી લઇને ગન ચલાવવાનો અને સ્ટંટ સીન ખૂબ વાઈરલ થઇ રહ્યો છે, પરંતુ હવે અભિનેત્રીએ તેની પાછળની મહેનત ફેન્સ સાથે શેર કરી છે. કૈટરિના કૈફે પોતાના અનેક વીડિયો અને કેટલીક તસવીરોને શેર કરી છે જેમાં તમે તેની ટોન્ડ બોડી અને પરફેક્ટ સ્ટંટ માટે તેની મહેનત જોઈ શકો છો.

જ્યારે ટાઈગરનો ટાઈમ આવે છે ત્યારે…

કૈટરિના કૈફે આ તસવીરો અને વીડિયોઝને શેર કરતા લખ્યું છે કે જ્યારે ટાઈગરનો સમય આવે છે તો મારા માટે મારી લિમિટ્સ વધારવાનો સમય હોય છે. મારી ક્ષમતાઓ અને મારી અંદરની તાકાતને અજમાવવાનો સમય હોય છે. આ વખતે વસ્તુઓ વધારે અઘરી હતી, પરંતુ મેં મારી જાતને કહ્યું કે આ એક ચેલેન્જ છે, તેને સ્વીકાર. જો તું કેટલું સહન કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કૈટરિનાએ શેર કરી BTS ક્લિપ

કૈટરિના કૈફ વીડિયોઝમાં મુશ્કેલ વર્ક આઉટ અને ફાઇટ સ્ટંટની પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. આખરે સ્લાઈડમાં ટોવેલ ફાઈટવાળા સીનનો BTS (બિહાઈન્ડ ધ સીન) પણ શેર કરવામાં આવ્યો છે. કૈટરિનાનો આ સીન ટ્રેલરમાં સૌથી વધુ જોવાયેલા સીનમાં સામેલ થઇ ચુક્યો છે.

કૈટરિનાની પોસ્ટ પર લોકોનું રિએક્શન

આ તસવીરો અને વીડિયોઝ પર પબ્લિકના રિએક્શનની વાત કરીએ તો કૈટરિનાની પોસ્ટથી ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ વધી ચૂક્યો છે. એક યુઝરે લખ્યું છે તમારી કોશિશોને સલામ, તો અન્ય એક યુઝરે લખ્યું છે સખત મહેનતનું ફળ મીઠું હશે. એક ફેને લખ્યું છે યુ આર રિયલ ટાઇગ્રેસ. અન્ય એક ફેને લખ્યું છે, યુ આર ફાઈટર.

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાનો “ડીપફેક” વીડિયો વાયરલઃ બોલિવૂડથી લઈ સરકાર સુધી બધાએ ચિંતા વ્યક્ત કરી

Back to top button