મનોરંજન

એરપોર્ટ પર ફેન્સ વચ્ચે ફસાઈ કેટરીના કૈફ, વિડીયો થયો વાયરલ

Text To Speech

કેટરિના કૈફ બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રીઓ માની એક છે. અભિનેત્રીને એક્ટિંગમાં કોઈ હરાવી ના શકે. હાલમાં જ એરપોર્ટ પર કેટરિના કૈફનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફેન્સની વચ્ચે ફસાયેલી જોવા મળી રહી છે. આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો હંમેશા તેની એક ઝલક મેળવવા આતુર હોય છે.

 

In Pics: Katrina Kaif has heads turning with her casual-chic airport look

છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી મીડિયાની લાઇમલાઇટથી દુર હતી. પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જેનો વિડીયો વાયરલ થયો છે. એક્ટ્રેસ કેટરિના કૈફનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટરીના કૈફ એરપોર્ટની બહાર આવતાની સાથે જ ફેન્સથી ઘેરાઈ ગઈ હતી.લાંબા સમય સુધી, જ્યારે ચાહકોએ કેટરિનાને એરપોર્ટની બહાર જવા દીધી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વાયરલ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેની શાંતિના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે કહ્યું , “મને એ જોઈને ખરેખર આશ્ચર્ય થયું છે કે કેટરિના કૈફ આટલા ધક્કા ખાવા છતાં પણ પોતાનો ગુસ્સો ગુમાવ્યો નથી. અભિનેત્રીએ તેના ચાહકો સાથે કેવું વર્તન કર્યું તે જોઈને ગમ્યું.” જો કે આ સમય દરમિયાન કેટરીના કૈફે પોતાની જાતને એકદમ શાંત રાખી હતી. તેની આ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

આ પણ વાંચો : ઉર્વશી રૌતેલાના ફોટા જોઈ તમે નજર નહી હટાવી શકો!

Back to top button