ટ્રેન્ડિંગમનોરંજન

કૈટરિના વિકી કૌશલને કહેતી હતી ‘ખડૂસ’, જાણો કોણ માંગે છે પહેલા માફી?

Text To Speech
  • તાજેતરમાં વિકીએ પોતાની એ વાતો અંગે જણાવ્યું જે કૈટરિનાને પસંદ ન હતી. તેણે એ પણ ખૂલાસો કર્યો છે કે રિલેશનશિપની શરૂઆતના સમયમાં કૈટરિના તેને ખડૂસ કહીને બોલાવતી હતી.

23 માર્ચ, મુંબઈઃ કૈટરિના કૈફ અને વિકી કૌશલે થોડા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. તેમની ગણતરી પાવર કપલમાં થાય છે. વિકી અને કેટરિનાએ પોતાના સંબંધોને છુપાવી રાખ્યા. તાજેતરમાં વિકીએ પોતાની એ વાતો અંગે જણાવ્યું જે કૈટરિનાને પસંદ ન હતી. તેણે એ પણ ખૂલાસો કર્યો છે કે રિલેશનશિપની શરૂઆતના સમયમાં કૈટરિના તેને ખડૂસ કહીને બોલાવતી હતી.

વિકીએ કર્યો ખુલાસો

વિકીનો જિદ્દી સ્વભાવ કૈટરિનાનો બિલકુલ પસંદ ન હતો. નો ફિલ્ટર નેહામાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પહેલા માફી કોણ માંગે છે, તો તેણે કહ્યું કે પહેલા માફી તો પોતેજ માંગે છે, પરંતુ ઘણી વાર તે જિદ્દી થઈ જાય છે. એક્ટરે કહ્યું કે કેટરિનાને લાગતુ હતું કે મારો ચહેરો ખડૂસ છે. વિકીએ એમ પણ કહ્યું કે કેટરિનાએ તેને મોસ્ટ અનરોમેન્ટિક ગિફ્ટ આપનાર વ્યક્તિ ગણાવ્યો. નેહાએ તેને પૂછ્યું કે છેલ્લે તેણે શું ગિફ્ટ આપી હતી તો તેણે કહ્યું, જ્વેલરી.

કૈટરિના કૈફ વિકી કૌશલને કહેતી હતી 'ખડૂસ', જાણો કોણ માંગે છે પહેલા માફી? hum dekhenge news

વિક્કીને એક્ટિંગ જોઈને હેરાન હતી કૈટરિના

નેહાએ એ સમયનો એક કિસ્સો પણ યાદ કર્યો જ્યારે કૈટરિના ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના સ્ક્રીનિંગ માટે આવી હતી. વિકીએ જણાવ્યું કે તેઓ એ સમયે ડેટ કરી રહ્યા ન હતા. નેહાએ જણાવ્યું કે સ્ક્રીનિંગ દરમિયાન કૈટરિના તેમની એક્ટિંગ જોઈને હેરાન હતી.

કોણે લીધો લગ્નનો નિર્ણય

કૈટરિના અને વિકીના લગ્નમાં નેહા પણ હાજર હતી. તેના લગ્નના તમામ મોટા નિર્ણયો કોણે લીધા તેની પર વિકીએ કહ્યું કે, મેં કૈટરિનાને એક વાત કહી હતીં, જેમાં તું ખુશ હોય તે કરીશ. તમને સારું લાગે છે, જ્યારે તમારી પાર્ટનર ખુશ હોય. એક છોકરી માટે આ સૌથી મોટો દિવસ હોય છે. મારા માટે તે જિંદગીના સુંદર ત્રણ દિવસ હતા.

આ પણ વાંચોઃ હોળીનો કલર ઉતારવા અપનાવો આ ઉપાયો, પાક્કો રંગ પણ થશે ગાયબ

Back to top button