

T20 વર્લ્ડ કપમાં ભારત- દક્ષિણ આફ્રિકા મેચમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સ્ટાર સ્પોર્ટ્સના સ્ટૂડિયોમાં પહોંચી હતી. કેટરીના કૈફની તેની આગામી ફિલ્મ ‘ફોનભૂત’ નાં પ્રમોશન માટે કેટરીના કૈફ સ્ટૂડિયોમાં પહોંચી હતી.જ્યાં તેણે સ્ટૂડિયોમાં હરભજન સાથે ક્રિકેટ રમી હતી.
આ પણ વાંચો : ભારતની હાર પાકિસ્તાન બહાર : સાઉથ આફ્રિકાની 5 વિકેટથી જીત

ભજ્જીના બોલ પર ફટકાર્યા શોટ્સ
ભારત-દક્ષિણ આફ્રિકા મેચની પહેલાં પોતાની ફિલ્મ ફોનભૂતના પ્રમોશન કરવા માટે પહોંચેલ કેટરીના કૈફે આ દરમિયાન બેટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો. કેટરીનાએ બેટિંગ કરી રહી હતી તે દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ બોલર હરભજન સિંહ બોલિંગ કરી રહ્યો હતો. જેનો વિડીઓ વાયરલ થઈ રહ્યો છે.
Katrina Kaif in the Star Sports studio. pic.twitter.com/E2ZaU5h4lP
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે હરભજન કેટરીના સામે બોલિંગ કરી રહ્યો છે. તે જ સમયે, આ વીડિયોમાં કેટરીના કૈફે હરભજન સિંહની બોલિંગ પર જોરદાર શોટ લગાવી રહી છે. કેટરીનાએ સ્ટુડિઓમાં ભજ્જીના બોલ પર શાનદાર ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહી છે. કેટરિનાની બેટિંગ જોઈને તેનાં ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થયાં છે.
કેટરિના કૈફ IPL દરમિયાન પણ ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે. IPL દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચીયર કરતી વખતે તે ઘણી વખત જોવા મળી હતી.