સલમાન સાથે ફોટો શેર કરવાનું કૈટરિનાને પડ્યું ભારે, શું થશે વિક્કીનું?


- સલમાન અને કૈટરિનાએ દિવાળીની શુભેચ્છાઓ આપતા સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કૈટરિના ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી રહી છે. સલમાને લાલ કુર્તો પહેર્યો છે.
સલમાન ખાન અને કૈટરિના કૈફની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ પહેલા બંને સ્ટાર્સ જોરશોરથી પ્રમોશન કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે સલમાન અને કૈટરિનાએ દિવાળીની શુભેચ્છાઓ આપતા સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કૈટરિના ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી રહી છે. સલમાને લાલ કુર્તો પહેર્યો છે. કૈટરિનાને શું ખબર હતી કે આ ફોટોની સોશિયલ મિડીયા પર આટલી ચર્ચા થશે.
યુઝર્સની કોમેન્ટ્સ
ફોટો પર યુઝર્સની કોમેન્ટ્સ આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે બે મિનિટમાં કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયો, તો કોઈ કોમેન્ટ કરી રહ્યું છે વિક્કી ભૈયાની હાલત શું થશે આ જોઈને. કોઈએ એમ પણ લખ્યું છે કે આ ડીપ ફેક તો નથી ને? આ ફોટોને બંને સ્ટાર્સે શેર કર્યો છે.
View this post on Instagram
એડવાન્સ બુકિંગ
ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ સારુ થઈ રહ્યું છે. પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ અત્યાર સુધી 12.43 કરોડ થઈ ચુક્યું છે. પહેલા દિવસ માટે અત્યાર સુધી 4,62,327 ટિકિટ વેચાઈ ચુકી છે. તેમાં 4,35,913 ટિકિટ્સ હિન્દીના 2 ડી વર્ઝન અને 14,158 ટિકિટ્સ તેલુગુ વર્ઝનના વેચાયા છે. ફિલ્મ તમિલમાં પણ રીલીઝ થશે. તમિલની 1957 ટિકિટ વેચાઈ છે.
સલમાનની 10 મિનિટની એન્ટ્રી
ડિરેક્ટર મનીષ શર્માએ કહ્યું કે ફિલ્મમાં સલમાનનો એન્ટ્રી સીન 10 મિનિટ લાંબો હશે. ફિલ્મના પહેલા બંને પાર્ટમાં સલમાનની જબરજસ્ત એન્ટ્રી હતી અને અમે હવે કંઇક અલગ કરવા ઈચ્છીએ છીએ. ફેન્સ આ ફિલ્મની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઉદય કોટકના પુત્ર જય કોટકે પૂર્વ મિસ ઈન્ડિયા સાથે કર્યા લગ્ન