અમદાવાદ: કેદીઓ વચ્ચેની ગેંગવોરનું સમરાંગણ બની સાબરમતી સેન્ટ્રલ જેલ
- સેન્ટ્રલ જેલમાં અનેક વખત કેદીઓ વચ્ચે ગેંગવોર થતી હોય છે
- કાચા કામના આરોપી સાથે રેંગીગ કરી પેન વડે યુવક પર હુમલો કર્યો
- અન્ય કેદીઓ વચ્ચે પડતા સમગ્ર મામલો થાળે પડયો
સાબરમતી જેલમાં કટોસણ ગેંગે કાચા કામના કેદીને લોહીલુહાણ કરી દીધો છે. જેમાં નિયમિતપણે કેદીઓ વચ્ચેની ગેંગવોરનું સમરાંગણ સેન્ટ્રલ જેલ બની છે. છેતરપિંડીના આરોપીએ પત્નીને વીડિયોકોલમાં જાણ કર્યા સુધી મામલો દાબી દીધેલો છે. તેમાં જેલ ઓથોરિટીને લેખિત જાણ કરીને સમગ્ર બનાવની તપાસ કરીને કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આંખનો રોગ વધ્યો, કુલ 20,000 કેસ આવ્યા
સેન્ટ્રલ જેલમાં અનેક વખત કેદીઓ વચ્ચે ગેંગવોર થતી હોય છે
સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક વખત કેદીઓ વચ્ચે ગેંગવોર થતી હોય છે. આ વચ્ચે ફરીથી એક વખત કટોસણ ગેંગના ચાર કેદીઓએ છેતરપિંડીના ગુનાના કાચા કામના આરોપી સાથે રેંગીગ કરી પેન વડે યુવક પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ યુવકે તેની પત્નીને વીડિયો કોલ મારફતે કરી હતી. જેથી આરોપીની પત્નીએ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરીને કટોસણ ગેંગ સામે કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. આઘાતજનક બાબત એ છે કે, પત્નીની ફરિયાદ થઈ ત્યાં સુધી જેલ સત્તાવાળાઓએ આખો મામલો દબાવી રાખેલો.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષમાં 200 નવી મિની ITI સ્થાપવાનો ટાર્ગેટ
જેલ સિપાઇએ રોનકની વાત પર કોઇ ધ્યાન આપ્યુ
અગાઉ છેતરપિંડીના ગુનામાં રોનક કે.પટેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. જો કે, કાચા કામની જેલમાં કેટલાક કેદીઓ રેંગીર કરતા હોય તે રીતે રોનક સાથે મારઝૂડ કરીને કામકાજ કરાવતા હતા. રોનકે અનેક વખત જેલ સિપાઇને ફરિયાદ કરી હતી પરંતુ કેદીઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થતાં હોવાથી જેલ સિપાઇએ રોનકની વાત પર કોઇ ધ્યાન આપ્યુ ન હતુ.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ માટે એપ્લિકેશન લોન્ચ કરાઈ
અન્ય કેદીઓ વચ્ચે પડતા સમગ્ર મામલો થાળે પડયો
બીજી તરફ, જેલમાં મહિનામાં એક વખત કેદીને તેના પરિવારજનો સાથે વિડીયો કોલથી વાતચીત કરાવતા હોય છે ત્યારે રોનકે તેની પત્ની રશ્મી પટેલને કહ્યુ કે, જેલમાં કટોસણ ગેંગના સભ્યોએ તેણે હેરાન કરતા હોવાથી અંદરોઅંદર બોલાચાલી થઇ હતી. પરંતુ અન્ય કેદીઓ વચ્ચે પડતા સમગ્ર મામલો થાળે પડયો હતો.