જમ્મુ કાશ્મીર: આતંકીઓએ સેનાના કેમ્પને ટાર્ગેટ બનાવ્યો, કઠુઆમાં એલર્ટ, સર્ચ ઓપરેશન ચાલું
શ્રીનગર, 25 જાન્યુઆરી 2025: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના ઊંચાણવાળા વિસ્તારમાં શનિવાર વહેલી સવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો. અધિકારીઓએ જણાવ્યું કે, શરુઆતી હુમલા બાદ ભાગેલા આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રાતના 1.20 કલાકે સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળી
કઠુઆના બટોદ પંચાયતમાં એક અસ્થાયી સેના શિબિરની સતર્ક સંતરી ચોકીએ મોડી રાતે લગભગ 1.20 કલાકે સંદિગ્ધ આતંકી ગતિવિધિઓ શોધી કાઢી અને ગોળીબાર શરુ કરી દીધો. તેમણે કહ્યું કે, આતંકવાદીઓને જવાબી ગોળીબાર અને બંને પક્ષો વચ્ચે લગભગ અડધો કલાક સુધી રહી રહીને ગોળીબાર થતો રહ્યો.
જંગલમાં ભાગી ગયા આતંકી
જો કે, આ બંને તરફથી કોઈ જાનહાનિ નથી થઈ. અધિકારીઓએ કહ્યું કે, આતંકવાદી, જેની સંખ્યા ત્રણ હોવાનું કહેવાય છે. તેઓ નજીકના જંગલમાં ભાગી ગયા છે. તેમણે કહ્યું કે, સેનાના જવાનોએ આતંકવાદીઓને શોધવા માટે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરી દીધા છે અને વધારે જાણકારીની રાહ જોઈ રહ્યા છે.
શુક્રવારે પણ ચાલ્યું સર્ચ ઓપરેશન
તો વળી શુક્રવારે પણ સુરક્ષાદળોએ ધનુ પરોલ તથા સચ્ચૈરના જંગલોમાં સંદિગ્ધ જોયા બાદ સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ અભિયાનમાં સીઆરપીએફ, પોલીસ, એસઓજી અને સેનાના જવાનો પણ સામેલ છે. જંગલમાં ધુમાડાના કારણે સર્ચ ઓપરેશનમાં અડચણ આવી રહી છે.
આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પર વીરતા પુરસ્કારની જાહેરાત, 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે