કાશ્મીરી આતંકીઓ ગિલાનીની પૌત્રી અને શબ્બીર શાહની પુત્રીનું દેશભક્તિ ગાન!
- શબ્બીર અહેમદ શાહની પુત્રી સમા શબ્બીર અને સૈયદ અલી શાહ ગિલાનીની પૌત્રીએ સ્થાનિક અખબારોમાં દેશભક્ત હોવાની જાહેરાત આપી
જમ્મુ-કાશ્મીર, 22 માર્ચ: કાશ્મીરી આતંકીઓના પરિવારજનો દેશભક્તિની રાહે વળગ્યાં છે. તેઓની વિચારધારા બદલાઈ ગઈ છે અને આતંકીઓના પરિવારજનોએ પોતાને દેશભક્ત જાહેર કર્યા છે. જેલમાં બંધ આતંકી શબ્બીર અહેમદ શાહની પુત્રી સમા શબ્બીર(Sama Shabbir) અને સ્વર્ગસ્થ પાકિસ્તાન તરફી સૈયદ અલી શાહ ગિલાનીની પૌત્રી રૂવા શાહે(Ruwa Shah) પોતાને અલગતાવાદી વિચારધારાથી અલગ કરી દીધા છે. બંનેએ ભારતની સાર્વભૌમત્વ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી છે. બંનેએ સ્થાનિક અખબારોમાં પ્રકાશિત એકસમાન જાહેર નોટિસ, તેમણે અલગતાવાદી રાજકારણથી દૂર રહેવાની જાહેરાત કરી છે.
Sama D/o Shabir Shah and grand daughter of Syed ali shah geelani Ruwa Altaf make clear declarations regarding their affiliations and political ideologies. They assert their loyalty to India and disassociate themselves from certain organizations. #BadaltaKashmir ! pic.twitter.com/kGlRRXeeJN
— Kamran Ali Mir (@kamranalimir) March 21, 2024
ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદ શાહ ઉર્ફે અલ્તાફ ફંટૂશની પુત્રી રૂવા શાહે નોટિસ જારી કરી અને તેના સ્વર્ગસ્થ દાદા દ્વારા સ્થાપિત હુર્રિયત કોન્ફરન્સ જૂથથી પોતાને દૂર કરી લીધી છે. તેણે એ પણ જાહેર કર્યું કે, હુર્રિયત કોન્ફરન્સની વિચારધારા પ્રત્યે તેને કોઈ ઝુકાવ કે સહાનુભૂતિ નથી. સૈયદ અલી શાહ ગિલાની આતંકીવાદી રાજકારણના કેન્દ્રમાં હતા અને કટ્ટરપંથી હુર્રિયતના પ્રમુખ રહી ચૂક્યા છે. ગિલાનીએ હંમેશા પાકિસ્તાન તરફી રાજનીતિ અપનાવી છે. 2021માં તેમનું અવસાન થયું.
હું ભારતના બંધારણને વફાદાર રહીશ: રુવા શાહ
રુવા શાહે અગાઉ એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત નોટિસમાં જણાવ્યું હતું કે, “હું ભારતની વફાદાર નાગરિક છું અને એવા કોઈ સંગઠન અથવા સંઘ સાથે સંબંધ ધરાવતી નથી જેનો ભારત સંઘ વિરુદ્ધનો એજન્ડા છે અને હું મારા દેશ (ભારત)ના બંધારણ પ્રતિ નિષ્ઠાવાન છું. રુવાના પિતા કથિત આતંકવાદી ભંડોળના આરોપમાં જેલમાં છે. ગયા વર્ષે તેમનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.
સમા શબ્બીરે પણ અખબારમાં જાહેર નોટિસ આપી
તેવી જ રીતે, કાશ્મીરમાં ભૂતપૂર્વ CBSE ટોપર, 23 વર્ષીય સમા શબ્બીરે ગુરુવારે એક સ્થાનિક અખબારમાં જાહેર સૂચના પ્રકાશિત કરી છે. તેમાં તેણીએ એક વફાદાર ભારતીય નાગરિક તરીકેની પોતાની સ્થિતિ પર ભાર મૂક્યો છે અને તેના પિતા દ્વારા સ્થાપિત પ્રતિબંધિત આતંકીવાદી સંગઠનથી સ્પષ્ટપણે પોતાની જાતને દૂર કરી છે. સમા શબ્બીરના પિતા શબ્બીર શાહ હાલમાં મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના આરોપમાં તિહાર જેલમાં છે.
હું DFP અથવા તેની વિચારધારા સાથે જોડાયેલો નથી: સમા શબ્બીર
શાહની મોટી પુત્રી સમા શબ્બીરે નોટિસમાં જણાવ્યું હતું કે, “હું ભારતની વફાદાર નાગરિક છું અને હું એવી કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાયેલી નથી કે જે ભારતીય સંઘની સાર્વભૌમત્વની વિરુદ્ધ હોય. હું કોઈપણ રીતે ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી (DFP) અથવા તેની વિચારધારા સાથે જોડાયેલી નથી.” તેણીએ ચેતવણી આપી હતી કે જે કોઈ તેને પરવાનગી વિના આતંકીવાદી જૂથ સાથે જોડશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શબ્બીર શાહે મે મહિનામાં જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી (JKDFP)ની સ્થાપના કરી હતી તે એક આતંકવાદી રાજકીય પક્ષ છે. જો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે તેમના સંગઠન પર UAPA હેઠળ પ્રતિબંધ લગાવી દીધો હતો.
શબ્બીર શાહ પર આતંકવાદી ફંડિંગનો આરોપ
70 વર્ષીય શબ્બીર અહેમદ શાહની 2017માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આતંકવાદી ભંડોળ સંબંધિત કથિત મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કથિત આતંકવાદી ભંડોળના આરોપમાં તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.
સમાએ UKમાં કાયદાનો અભ્યાસ કર્યો
આ કેસ 2005ની ઘટના સાથે જોડાયેલો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કથિત હવાલા ડીલર મોહમ્મદ અસલમ વાનીની રોકડ સાથે ધરપકડ કરી હતી. હવાલા ડીલ સાથે શબ્બીર શાહનું કથિત કનેક્શન બહાર આવ્યું હતું. આ કેસમાં ED દ્વારા સમાને 2019માં સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે તે હાજર થઈ ન હતી. તે પછી યુનાઇટેડ કિંગડમમાં કાયદાનો અભ્યાસ કરી રહી હતી.
આ પણ જુઓ: કેજરીવાલની ધરપકડ મુદ્દે ગુજરાતમાં વિરોધ, ઈસુદાન ગઢવી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત