ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરઃ દેશનો દુશ્મન ઠાર, સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ

Text To Speech

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ દેશના વધુ એક દુશ્મનને ઠાર કરી દીધો છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ખાંડીપોરા વિસ્તારમાં ગુરુવારે મોડી રાતથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ત્યારે, શનિવારની વહેલી સવારે ભારતીય સેનાના જવાનોએ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકી ઠાર કરી દીધો છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે જવાનો એક માહિતીના આધારે આતંકીઓને ખાંડીપોરા વિસ્તારમાં ઘેરી લીધા હતા.

10 જૂને સેના સાથે સંયુક્ત ઓપરેશનમાં પોલીસે બારામુલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે એક્ટીવ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો, 2 ચાઈનીઝ પિસ્તોલ, 18 જીવતા કારતૂસ મળી આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.

આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો
આ એન્કાઉન્ટર ત્યારે થયું જ્યારે પોલીસે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ખાંડીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.તે અંગેના ચોક્કસ ઈનપુટને પગલે સેનાએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો તેના વળતા જવાબમાં સેનાએ પણ ગોળીબાર કર્યો હતો.જેમાં એક આતંકી માર્યો ગયો.

Back to top button