ઘરતી પરના સ્વર્ગની બરફવર્ષા વચ્ચે લો મુલાકાત !
જમ્મુ-કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ ગણાય છે. ચારેય તરફ બરફના આવરણમાં આચ્છાદિત સુંદર પર્વતો, બરફના ટીપાંથી શોભતા ઊંચા વૃક્ષો, સ્ટ્રોબેરી અને સફરજનના સુંદર બગીચા અને કંચનનાં પાણી જેવા સુંદર તળાવો. આવો નજારો જોઈને દરેકનું મન કાશ્મીરમાં તલ્લીન થઈ જાય છે. કાશ્મીરની સુંદરતાને કારણે તેની સરખામણી સ્વિટ્ઝર્લેન્ડ સાથે પણ થાય છે.
આ પણ વાંચો : જમ્મુ-પઠાણકોટ નેશન હાઈવે પર માર્ગ અકસ્માત 17 ઘાયલ, 3ના મોત
જો કે કાશ્મીરની રાજધાનીનું નામ શ્રીનગર સૌથી વધુ ચર્ચામાં રહે છે, પરંતુ કાશ્મીરમાં એક કરતા વધારે સુંદર જગ્યાઓ છે. જો તમે કાશ્મીર જઈને આ સ્થળોની મુલાકાત લીધી નથી, તો તામારું કાશ્મીર જવું બેકાર છે. હાલ એમ પણ કશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે. આવામાં કાશ્મીરમા ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓની મુલાકાત જરૂર થી લો.
ઝેલમ નદીના કિનારે વસેલું શ્રીનગર બહુ જ સુંદર છે. ડલ ઝીલ અને મુગલ ગાર્ડન આ બંન્ને ત્યાની સૌથી સુંદર જગ્યાઓ છે. શ્રીનગર ડલ ઝીલ માં શિકારા(બોટ)ની સવારી કરી શકો છો. તેમજ ઝીલમાં બજાર ભરાય છે.
પહલગામ સ્વર્ગની બીજી સૌથી સુંદર જગ્યા છે. બર્ફીલા પહાડ, ફૂલો અને બગીચા ટુરીસ્ટોને પહલગામ તરફ આકર્ષે છે. પહલગામ કાશ્મીરની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.
ગુલમર્ગનો નજરો જોઇને તો એવું જ લાગે છે કે કુદરતે તેની બધું સુદરતા આ જગ્યાને જ આપી દીધી છે. ચારેય તરફ બરફથી આચ્છાદિત આવરણ, સુદર ખીણો અને હર્યાભર્યા જંગલો અને એમાં પણ ઝાડ પર બરફના બાઝેલા ટીપા આ નજરે વઘુ સુંદર બનાવે છે.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બાદ હવે વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ ની કરી જાહેરાત
પટનીટોપ કાશ્મીરની બેસ્ટ ટુરિસ્ટ જગ્યાઓમાની એક છે. પટનીટોપમાં વર્ષની સૌથી શાનદાર બરફવર્ષા થાય છે. અહીનો આ નજરો ખુદ આહલાદક અને અદભુત છે.
કાશ્મીરમા માત્ર ફરવા માટે જ નહિ પરંતુ એડવેન્ચરીગ જગ્યાઓ પણ એટલું જ સારું સ્થળ છે. જેમાં પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ, માઉન્ટ ક્લાયમીંગ, સ્કીઇગ અને બર્ફીલા એડવેન્ચરની મજા જ કઈક અલગ છે.