મૂળ ગુજરાતના પાટીદાર સમાજના કાશ પટેલ અમેરિકામાં FBIના ડિરેક્ટર બન્યા, જાણો ક્યાં આવેલું છે તેમનું ગામ

વોશિંગટન, 22 ફેબ્રુઆરી 2025: ભારતીય મૂળના અમેરિકન કાશ પટેલને અમેરિકી સેનેટે FBIના ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે.અમેરિકાની મુખ્ય કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય-અમેરિકી બની ગયા છે. કાશ પટેલનો પરિવાર આજથી 70-80 વર્ષ પહેલા ગુજરાત છોડી યુગાન્ડા ગયો હતો. બાદમાં તેમના પરિવારેન યુગાન્ડા છોડવું પડ્યું અને પહેલા કેનેડા અને પછી અમેરિકામાં આવીને વસ્યા. ન્યૂયોર્કમાં વર્ષ 1980માં કાશ પટેલનો જન્મ થયો છે.
આણંદ જિલ્લાના ભદ્રન ગામ સાથે જોડાયેલા છે મૂળ
કાશ પટેલના મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામ સાથે જોડાયેલા છે. તેમનો પરિવાર આ જ ગામમાં રહેતો હતો. કાશ પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે. આજથી લગભગ 70-80 વર્ષ પહેલા કાશ પટેલનો પરિવાર ગુજરાત છોડીને યુગાન્ડા જતો રહ્યો હતો. પટેલના તમામ નજીકના પરિવારના સભ્યો વિદેશમાં વસી ગયા છે. આફ્રિકા ગયા બાદ તેમણે ભાદરણમાં પોતાના બાપદાદાના ઘર વેચી દીધા હતા.
#WATCH | Washington | Kash Patel takes oath on the Bhagavad Gita, as the 9th Director of the Federal Bureau of Investigation (FBI).
Source: US Network Pool via Reuters pic.twitter.com/c5Jr0ul1Jm
— ANI (@ANI) February 21, 2025
આણંદમાં આવેલા આ સમુદાયના એક સંગઠન છગ પાટીદાર મંડલ પોતાના સભ્યોની વંશાવલી રાખે છે. સંગઠનના સચિવ અને આણંદ જિલ્લા ભાજપના રાજેશ પટેલ જણાવે છે કે વંશાવલીમાં કાશ પટેલના પિતા પ્રમોદ પટેલ અને તેમના ભાઈઓ અને દાદાના નામ પણ છે. રાજેશ પટેલે જણાવ્યું કે, જો કે કાશ પટેલનું નામ હાલમાં વંશવૃક્ષમાં નથી જોડવામાં આવ્યું, પણ તેમના પરિવારની 18 પેઢીની યાદી વંશાવલીમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, અમારા રેકોર્ડ અનુસાર, પરિવાર ભદ્રન ગામના મોતી ખડકી વિસ્તારમાં રહેતો હતો અને તે લગભગ 70-80 વર્ષ પહેલા યુગાન્ડા જતો રહ્યો હતો. રાજેશ પટેલે જણાવ્યું કે, પરિવારે પોતાના ઘર અને જમીન વેચી દીધી છે અને તેમના બધા સંબંધીઓ પણ વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં વસી ગયા છે. હવે જ્યારે કાશ પટેલનો કોઈ પારિવારિક સભ્યો ભારત પાછા આવશે તો અમે તેમની આગલી પેઢીના નામ, જેમમાં તેમના પોતાના નામ પણ સામેલ છે, તેને વંશાવલીમાં નોંધવાની મંજૂરી માંગીશુ.
પાટીદાર સમુદાય સાથે જોડાયેલ છે કાશ પટેલનો પરિવાર
તેમણે કહ્યું કે, અમે કાશ પટેલને મળ્યા નથી. કારણ કે પરિવારે હાલના વર્ષોમાં આણંદની મુલાકાત લીધી નથી. પણ અમારા સમુદાયના કેટલાય લોકો તેમને જાણે છે. કારણ કે પાટીદાર સમુદાય એકબીજા સાથે સારી રીતે જોડાયેલો છે. રાજેશ પટેલે કહ્યું કે, જ્યાં સુધી તેમને ખબર છે, 1970માં આફ્રિકી દેશમાંથી કાઢ્યા બાદ તેમનો પરિવાર થોડા સમય માટે ભારત આવ્યો હતો. તેમણે કહ્યું કે, યુગાન્ડમાંથી કાઢવામાં આવેલા ભારતીય થોડા સમય માટે ભારત આવ્યા હતા, કારણ કે તેમણે બ્રિટેન, અમેરિકા અથવા કેનેડામાં શરણ લેવા માટે અરજી કરી હતી. કાશ પટેલનો પરિવાર પણ થોડા સમય માટે અહીં આવ્યો હતો અને બાદમાં તેમની અરજી સ્વીકાર થતાં તેઓ કેનેડા જતા રહ્યા. રાજેશ પટેલે કહ્યું કે, કેનેડાથી તેઓ અમેરિકા જતાં રહ્યા, જ્યાં 1980માં કાશ પટેલનો જન્મ થયો હતો.
હકીકતમાં જોઈએ તો, યુગાન્ડમાં પ્રવાસ કરનારા ભારતીયોને તાનાશાહ ઈદી અમીને આફ્રિકી દેશમાંથી કાઢી મુક્યા હતાં. જેમણે 1971માં સૈન્ય તખ્તાપલટ કરીને સત્તા ઝૂંટવી લીધી હતી. 1972માં તેમણે ભારતીય સમુદાયને 90 દિવસમાં પોતાનો દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ન્યૂયોર્કમાં મૂળ નિવાસી, કાશ પટેલે પોતના સ્નાતકનો અભ્યાસ રિચમંડ યુનિવર્સિટીમાં પુરો કર્યો અને બાદમાં ન્યૂયોર્ક પાછા આવીને કાયદાની ડિગ્રી લીધી. સાથે જ યૂનાઈટેડ કિંગડમમાં યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લોઝમાં આંતરરાષ્ટ્રીય કાયદામાં સર્ટિફિકેટ પણ મેળવ્યું.
આ પણ વાંચો: BBC ઈંડિયા પર EDની મોટી કાર્યવાહી, લગાવ્યો 3 કરોડનો દંડ, 3 ડાયરેક્ટર્સ પણ ઝપટમાં આવી ગયાં