શરમજનક: દારુના નશામાં પોલીસકર્મી માન મર્યાદા ભૂલ્યા, જાહેરમાં મહિલા સાથે કરી અશ્લીલ હરકત


કાસગંજ, 20 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશમાં એક દારુડીયા પોલીસકર્મીએ ફરી એક વાર જાહેરમાં મહિલા સાથે કરી અશ્લીલ હરકત કરીને વરદીની ગરિમાને કલંક લગાવ્યું છે. આ કિસ્સો કાસગંજનો છે. જ્યાં એક પોલીસકર્મીએ ખાખી વરદીને દાગ લગાવ્યો છે. પોલીસના એક કર્મીએ દારુના નશામાં ધૂત થઈને બસ સ્ટોપ પર ઉભેલી મહિલા સાથે ગંદી હરકત કરી તે બીજુ કોઇ નહી પણ તેની પત્ની હતી. જે તેની પત્ની સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે, આ પોલીસકર્મી પોલીસ લાઈનમાં તૈનાત છે. હાલમાં એસપીએ આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. અને વિભાગીય તપાસ શરુ કરી દીધી છે.
મહિલા સાથે અશ્લીલ હરકત કરનારા પોલીસકર્મી કાસગંજની પોલીસ લાઈનમાં તૈનાત છે. વાયરલ વીડિયોમાં આરોપી પોલીસકર્મી ઓફિસના ગેટ પાસે આવેલા બસ સ્ટોપ પર બેઠેલા જોઈ શકાય છે. દારુના નશામાં ધૂત પોલીસકર્મી પત્ની સાથે બળજબરીપૂર્વક અશ્લીલ હરકત કરી રહ્યો છે અને પત્ની તેનાથી છૂટવાનો પ્રયાસ કરી રહી છે.
મહિલા સાથે ગંદી હરકત વાળા વાયરલ વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે પોલીસકર્મીએ પોતાની ટોપી પણ સંભાળી શકતા નથી અને બસ સ્ટોપ પાછલ તેની ટોપી પડેલી દેખાય છે. પોલીસકર્મીની પત્ની ટોપી ઉઠાવે છે અને વીડિયો બનાવનારા વ્યક્તિને કંઈ પણ રેકોર્ડ ન કરવા માટે કહે છે. વીડિયોમાં પોલીસકર્મી દારુના નશામાં હોવાની વાત પણ સ્વીકારે છે અને વીડિયો બનાવનારા વ્યક્તિને કહે છે કે, તે કોઈની સાથે ગેરવર્તન કરી રહ્યો નથી, તો પછી દારુ પીવામાં શું વાંધો છે? જ્યારે તેને કહેવામાં આવે છે કે વરદીમાં તેણે દારુ કેમ પીધો તો તે અભદ્ર શબ્દો બોલવા લાગે છે.
થોડા દિવસ પહેલા જ થયા છે લગ્ન
મહિલાઓ સાથે આવુ થયું હોય તેવો આઆ કોઈ પહેલો કિસ્સો નથી. જ્યારે પોલીસની વરદીને આવું લાંછન લાગ્યું હોય. આ અગાઉ પણ ઘણી વાર જોવા મળ્યું છે કે, દારુના નશામાં ધૂત પોલીસકર્મી ડ્રામા કરતા હોય. કહેવાય છે કે, આરોપી કોન્સ્ટેબલના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા છે. તે પોતાની પત્ની સાથે ક્યાંક જવા માટે આવ્યો હતો અને બસ સ્ટોપ પર બેઠેલી પત્નીને દારુના નશામાં અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. તે સમયે કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો. હાલમાં એસપીએ આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. અને વિભાગીય તપાસ શરુ કરી દીધી છે.