કાર્તિક-કિયારાએ થિયેટરમાં પહોંચીને ફ્રેન્સને આપી સરપ્રાઈઝ


કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સ્ટાર્સે અચાનક થિયેટરમાં આવીને સત્યપ્રેમની વાર્તા જોઈને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, ‘ભૂલ ભુલૈયા 2’ની સુપર સક્સેસ પછી કાર્તિક અને કિયારા ફરી એકવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે કાર્તિક-કિયારાએ આગલા દિવસે ‘સત્યપ્રેમ કી કથા’ જોવા માટે બાંદ્રાના એક થિયેટરમાં પહોંચીને દર્શકોને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
આ દરમિયાન ફિલ્મને દર્શકોનો રિસ્પોન્સ જોઈને કાર્તિક-કિયારા પણ ઈમોશનલ જોવા મળ્યા હતા.કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ તેમના ઇન્સ્ટા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં બંને બાંદ્રામાં જિયો વર્લ્ડ ડ્રાઇવ શોપિંગ મોલમાં થિયેટરમાં જતા જોઈ શકાય છે.
View this post on Instagram
આ દરમિયાન આ સ્ટાર્સે થિયેટરમાં પહોંચીને ‘સત્યપ્રેમ કી કથા’ માણી રહેલા દર્શકોને ચોંકાવી દીધા હતા. કાર્તિકે વિડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “આ સ્ટેન્ડિંગ ઓવેશન માત્ર સત્તુ અને કથા માટે જ નથી પરંતુ આખી ટીમ માટે છે જેમણે પરિણામ માટે સખત મહેનત કરી… કૃતજ્ઞતા.”
આ પણ વાંચો : હવે ટ્વિટ જોતા તમારુ ખિસ્સું ખાલી થશે, જાણો ટ્વિટરના નવા નિયમ