ટ્રેન્ડિંગમનોરંજન

કાર્તિક આર્યનની રુમર્ડ ગર્લફ્રેન્ડના છે બે બાળકો, શ્રીલીલાએ 2022માં લીધો હતો એક મહત્વપૂર્ણ નિર્ણય

Text To Speech

મુંબઈ, 15 માર્ચ: 2025: લોકપ્રિય અભિનેત્રી શ્રીલીલા આ દિવસોમાં તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છે. જયપુરમાં એક એવોર્ડ શોમાં કાર્તિક આર્યનની માતા માલા તિવારીએ તેમના સંબંધો વિશે સંકેત આપ્યો ત્યારથી જ કાર્તિક આર્યન અને શ્રીલીલા ઓનલાઈન ટ્રેન્ડ કરી રહ્યા છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, લોકપ્રિય અભિનેત્રી શ્રીલીલા એક નહીં પણ બે બાળકોની માતા છે. જેના લીધે તે અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. ચોંકશો નહીં… તમે જે વાંચ્યું છે તે સાચું છે. થપ્પડ મારુંગી ફેમ એક્ટ્રેસ બે બાળકોની માતા છે.

શ્રીલીલાનો જન્મ ૧૪ જૂન ૨૦૦૧ના રોજ થયો હતો અને તે તેલુગુ અને કન્નડ ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક છે શ્રીલીલા પ્રચલિત અભિનેત્રી જ નહીં, પરંતુ તે એક સામાજિક કાર્યકર પણ છે. આ સિવાય તેણે મેડિકલનો અભ્યાસ પણ કર્યો છે. અભિનેત્રીએ તાજેતરમાં બ્લૉકબસ્ટર પુષ્પા 2 માં તેના ડાન્સ નંબરથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. રસપ્રદ વાત એ છે કે, આ 23 વર્ષીય અભિનેત્રી બે બાળકોની માતા છે. તાજેતરમાં ઇન્સ્ટન્ટબોલિવુડે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, શ્રીલીલા બે બાળકોની માતા છે. જો કે, આ બંને બાળકો તેણે દત્તક લીધા છે.

વર્ષ 2022માં શ્રીલીલાએ એક અનાથાશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં તેણી બે દિવ્યાંગ બાળકો, ગુરુ અને શોભિતા સાથે જોડાઈ હતી. તે સમયે, શ્રીલીલાએ તેમને વધુ સારું જીવન આપવાનું નક્કી કર્યું અને બાળકોને દત્તક લીધા. તેણીએ તેની ફિલ્મ બાય ટુ લવની રિલીઝ પહેલા તેના બાળકોને દત્તક લીધા હતા. અભિનેત્રીને આ બંને બાળકો પ્રત્યે લગાવ થતાં તેણે તેમને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો॥અમદાવાદઃ રેઇન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન સાથે યુવાધન જૂમ્યું; HD ન્યુઝ સાથે ખાસ વાતચીત

Back to top button