ટ્રેન્ડિંગમનોરંજન

કાર્તિક આર્યન એક્ટિંગ છોડવા માંગે છે! જાણો અભિનેતાની ઇચ્છા શું છે?

Text To Speech
  • કાર્તિક આર્યન ફરી એકવાર આવ્યો ચર્ચામાં
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી કાર્તિકે જણાવી ઈચ્છા
  • અભિનેતા એક્ટિંગ છોડીને ફૂડ બ્લોગર બનવા માગે છે!

બેંગલોર, 24 ફેબ્રુઆરી: બોલિવૂડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આ દિવસોમાં તેની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ને કારણે ચર્ચામાં છે. જો કે, આ સિવાય પણ અભિનેતા તેની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ ચર્ચામાં જ રહેતો હોય છે. દરમિયાન, ફરી એકવાર કાર્તિક તેની નવીનતમ પોસ્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ કાર્તિકે પોતાના ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને શેર કરતા તેણે એક્ટિંગ છોડીને ફૂડ બ્લોગર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે અભિનેતાની આ પોસ્ટને જોઈને ચાહકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો જાણીએ કે કાર્તિકે ફૂડ બ્લોગર બનવાની ઈચ્છા શા માટે વ્યક્ત કરી છે.

કાર્તિક ફૂડ બ્લોગર બનવા માંગે છે!

તાજેતરમાં જ કાર્તિક આર્યન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે બેંગ્લોર પહોંચ્યો હતો. આ કાર્યક્રમ બાદ કાર્તિક શહેરમાં પિકનિક પર ગયો હતો અને ત્યાંના ફેમસ ફૂડનો સ્વાદ ચાખતો જોવા મળ્યો હતો. કાર્તિકે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમયગાળા દરમિયાન ઘણી તસવીરો શેર કરી છે. કાર્તિક ત્યાંના ભોજનથી એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે એક્ટિંગ છોડીને ફૂડ બ્લોગર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે – ‘બેંગ્લોરની આ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ જોયા પછી, હું ફૂડ બ્લોગર બનવાનું વિચારી રહ્યો છું.’ કાર્તિકની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરીને જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જૂઓ અહીં પોસ્ટ:

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યનનું વર્ક ફ્રન્ટ

કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન છેલ્લે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળ્યો હતો. જ્યારે હવે તે આગમી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘આશિકી 3’માં જોવા મળશે. કાર્તિક ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં ભારતીય સેનાના જવાનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: વિક્રાંત મેસ્સીએ પુત્રની પહેલી ઝલક બતાવી, પોસ્ટ શેર કરીને નામ પણ જાહેર કર્યું

Back to top button