મનોરંજન

લાઈવ પરફોર્મન્સ દરમિયાન કાર્તિક આર્યનને થઈ હતી ગંભીર ઈજા , 30 મિનિટ સુધી હવામાં લટકી રહ્યો હતો પગ

Text To Speech

કાર્તિક આર્યન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ ફિલ્મને દર્શકોનો ખાસ પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે તાજેતરમાં એક સૂત્રએ કાર્તિક સાથે થયેલા અકસ્માત વિશે વાત કરી છે.

લાઈવ પરફોર્મન્સ દરમિયાન કાર્તિક થયો ઈજાગ્રસ્ત

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન હાલ ભૂલ ભુલૈયા 2ને લઈને ચર્ચામાં છે ત્યારે કાર્તિક આર્યનને લઈને એક ખુલાસો થયો છે. તેને ભૂલ ભુલૈયા 2 ના લાઈવ પરફોર્મન્સ દરમિયાન પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેના પગમાં અસહ્ય પીડા થઈ હતી. તેથી તેને તેનો પગ લગભગ 20 થી 30 મિનિટ સુધી હવામાં લટકાવી રાખવો પડ્યો હતો.

કાર્તિક આર્યન -humdekhengenews

ભૂલ ભૂલૈયા 2 નું સિગ્નેચર સ્ટેપ કરતા પહોંચી હતી ઈજા

તાજેતરમાં જ એક્ટર કાર્તિક આર્યનએ એક ઈવેન્ટમાં સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ પરફોર્મન્સ દરમિયાન કાર્તિકને પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે આ અભિનેતાએ લાંબા સમયથી આ વાત દરેકથી છૂપાવીને રાખી હતી. આ ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે સાંજના સમયે જ્યારે એક્ટ ક્લોઝિંગનું કામ ચાલી રહ્યું હતું અને કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયા 2 નું સિગ્નેચર સ્ટેપ કરી રહ્યો હતોતે દરમિયાન તેના પગની એન્કલ વળી ગઈ હતી અને તે પોતાનો પગ પણ હલાવી શકતો ન હતો. પહેલા તો ત્યાં હાજર બધાને લાગ્યું કે કાર્તિક મજાક કરી રહ્યો છે, પરંતુ જ્યારે તેણે તેની હાલત જોઈ તો બધા સમજી ગયા કે તેને ખરેખર ઈજા પહોંચી છે.

તબીબી સહાય બાદ મળ્યો હતો આરામ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામા કાર્તિક ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી તેનો પગ હલાવી શક્યો નહતો. અને તબીબી ટીમ અને ફિઝિયોથેરાપિસ્ટે તેના પગની ઘૂંટીની તપાસ કરી ત્યાર બાદ તેને આરામ મળ્યો હતો. ત્યાર પછી ડૉક્ટરની મદદથી તેનો પગ હવામાંથી જમીન પર રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : WHOએ ચીનને લગાવી ફટકાર, કહ્યું કોરોનાના ડેટા જાહેર કર્યા બાદ કેમ હટાવ્યા ?

Back to top button