ટ્રેન્ડિંગદિવાળીધર્મ

કારતક મહિનો શરૂ, જાણો દિવાળીથી લઈને દેવદિવાળી સુધીના તહેવારો ક્યારે?

  • કારતક મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આખો મહિનો તહેવારોની વણઝાર રહેશે. કોઈ તારીખોને લઈને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીં જોઈ લો આખું લિસ્ટ

HD ન્યુઝ ડેસ્કઃ કારતક મહિનો 18 ઓક્ટોબર 2024 થી શરૂ થયો છે. 15 નવેમ્બર 2024ના રોજ કારતક પૂર્ણિમાના રોજ આ મહિનો સમાપ્ત થશે. કારતક મહિનામાં શરદ ઋતુનો આરંભ થાય છે. કારતક મહિનો ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. ધાર્મિક દૃષ્ટિએ કારતક માસને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે જે લોકો કારતક મહિનામાં દીપદાન કરે છે તેમના પૂર્વ અને આ જન્મના પાપનો નાશ થાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કારતક માસમાં તીર્થસ્થાનની નદીઓના પાણીમાં સ્નાન કરવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. તુલસી અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાની જોગવાઈ છે, એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કારતક મહિનામાં દિવાળી, ધનતેરસ, દેવઉઠી એકાદશી, છઠ પૂજા વગેરે મહત્ત્વના તહેવારો આવે છે.

કારતક મહિનો શરૂ, જાણો દિવાળીથી લઈને દેવદિવાળી સુધીના તહેવારો ક્યારે? HUM DEKHENEGE NEWS
દિવાળીની પૂજા સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ બાબતો.

કારતક માસ વ્રત-તહેવારોનું લિસ્ટ

  • 18 ઓક્ટોબર 2024 (શુક્રવાર) – કારતક મહિનો શરૂ
  • 20 ઓક્ટોબર 2024 (રવિવાર) – સંકષ્ટી ચતુર્થી, કરવા ચોથ

કરવા ચોથ એ પરિણીત મહિલાઓનો તહેવાર છે. આ દિવસે મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ ભોજન અને પાણીનું સેવન કરે છે. આ વ્રત પતિના આરોગ્ય અને સલામતી માટે રાખવામાં આવે છે.

  • 24 ઓક્ટોબર 2024 (ગુરુવાર) – અહોઈ અષ્ટમી, રાધા કુંડ સ્નાન, કાલાષ્ટમી, ગુરુ પુષ્ય યોગ

બાળકો માટે અહોઈ અષ્ટમી વ્રત રાખવામાં આવે છે, આમાં પણ કરવા ચોથની જેમ મહિલાઓ ઉપવાસ કરે છે અને તારાઓને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે. દિવાળી પહેલા આ દિવસે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે, જેમાં કોઈ પણ ધાતુની ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જોકે ખાસ કરીને સોના અને ચાંદીની ખરીદીનો ટ્રેન્ડ છે.

  • 28 ઓક્ટોબર 2024 (સોમવાર) – રમા એકાદશી

દિવાળી પહેલા રમા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું નામ પણ રામ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

  • 29 ઓક્ટોબર 2024 (મંગળવાર) – ધનતેરસ, પ્રદોષ વ્રત (કૃષ્ણ), યમ દીપક

ધનતેરસ પર ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અને રાતે ઘરની બહાર યમના નામનો દીવો પ્રગટાવવો જોઈએ, તેનાથી યમરાજની પીડાથી રાહત મળે છે. ખરીદી માટે પણ આ શ્રેષ્ઠ દિવસ છે.

  • 30 ઓક્ટોબર 2024 (બુધવાર) – માસિક શિવરાત્રી, કાળી ચૌદસ, હનુમાન પૂજા
  • 31 ઓક્ટોબર 2024 (ગુરુવાર) – દિવાળી

આ વર્ષે દિવાળીને લઈને મૂંઝવણ હતી. જોકે બાદમાં 31મી ઓક્ટોબરે દિવાળીની ઊજવણીનું નક્કી કરવામાં આવ્યું છે. મોટાભાગના લોકો 31મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસ રાત્રે લક્ષ્મી પૂજા સાથે આવે છે.

  • 1 નવેમ્બર 2024 (શુક્રવાર) – પડતર દિવસ
  • 2 નવેમ્બર 2024 (શનિવાર) – ગોવર્ધન પૂજા, અન્નકૂટ, નવું વર્ષ, બેસતું વર્ષ

ગોવર્ધન પૂજામાં ઘરના આંગણામાં ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે. આ દિવસે કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે.

  • 3 નવેમ્બર 2024 (રવિવાર) – ભાઈ બીજ, યમ દ્વિતિયા, ચિત્રગુપ્ત પૂજા

ભાઈ બીજ પર, બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. આ દિવસે યમરાજના સહાયક ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવામાં આવે છે. બિઝનેસમેન માટે આ દિવસ ખાસ છે.

  • 5 નવેમ્બર 2024 (મંગળવાર) – નાગુલા ચોથ, વિનાયક ચતુર્થી
  • 6 નવેમ્બર 2024 (બુધવાર) – લાભ પંચમી
  • 7 નવેમ્બર 2024 (ગુરુવાર) – છઠ પૂજા

પોતાના સંતાનો માટે મહિલાઓ છઠ પૂજા દરમિયાન 36 કલાક સુધી પાણી વગરના ઉપવાસ કરે છે. આ દિવસે છઠ્ઠી મા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.

  • 9 નવેમ્બર 2024 (શનિવાર) – ગોપાષ્ટમી, પંચક શરૂ થાય છે
  • 10 નવેમ્બર 2024 (રવિવાર) – અક્ષય નવમી, આંબલા નવમી

આંબલા નવમી પર આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે, આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે.

  • 11 નવેમ્બર 2024 (સોમવાર) – ભીષ્મ પંચક શરૂ
  • 12 નવેમ્બર 2024 (મંગળવાર) – દેવઉઠી એકાદશી

દેવઉઠી એકાદશી પર ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગી જાય છે અને તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.

  • 13 નવેમ્બર 2024 (બુધવાર) – તુલસી વિવાહ, પ્રદોષ વ્રત (શુક્લ)
  • 14 નવેમ્બર 2024 (ગુરુવાર) – વૈકુંઠ ચતુર્દશી

વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શિવને તુલસી અને ભગવાન વિષ્ણુને બેલપત્ર અર્પણ કરવાની પરંપરા છે. આ એકમાત્ર દિવસ છે જેમાં ભગવાન શિવ અને વિષ્ણુની એક સાથે પૂજા કરવામાં આવે છે.

  • 15 નવેમ્બર 2024 (શુક્રવાર) – કાર્તિક પૂર્ણિમા વ્રત, દેવ દિવાળી, મર્ણિકર્ણિકા સ્નાન, ગુરુ નાનક જયંતિ

દેવ દિવાળી વિશે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન પૃથ્વી પર આવે છે અને ગંગામાં સ્નાન કરે છે અને ભક્તો સાથે દિવાળી ઉજવે છે. આ દિવસે શીખોના ધર્મ ગુરૂ ગુરૂનાનક સાહેબની પણ જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિવાળીને લઈને મૂંઝવણ ખતમ, જાણો ક્યારે છે ધનતેરસ, એ દિવસે શું ખરીદશો?

Back to top button