કર્ણાટક સરકાર ધર્માતરણ-વિરોધી કાયદાને કરશે રદ્દ; કેબિનેટે મંજૂર કર્યો પ્રસ્તાવ
બેંગ્લોર: કર્ણાટકની સિદ્ધારમૈયાની નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે પાછલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બનાવેલા ધર્માંતરણ-વિરોધી કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટ તરફથી આને લઈને ગુરૂવારે એખ પ્રસ્તાવ પાસ કર્યો છે. રાજ્યના કાયદા અને સંસદીય મામલાના મંત્રી એચકે પાટિલે જણાવ્યું કે પ્રસ્તાવને ગુરૂવારે રાજ્ય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
જણાવી દઈએ કે પાછલી બીજેપી સરકારે એક વટહુકમના માધ્યમથી પહેલા આને લાગું કર્યો હતો, પાછળથી તેને સંસદમાં લઈ જેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે પાછલી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાનૂનને લઈને કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ટકરાવની સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસે આ કાયદાને અલ્પસંખ્યકોના ઉત્પીડન માટેનો એક હથિયાર ગણાવ્યો હતો.
સિદ્ધારમૈયાએ પાછલા વર્ષે મીડિયાને કહ્યું હતુ કે આપણો કાયદો પ્રલોભનો અને ધમકીઓ દ્વારા બળજબરીપૂર્વક ધર્માંતરણને રોકવામાં સક્ષમ છે, તો પછી નવા કાયદાની શું જરૂર છે? આનું એકમાત્ર કારણ અલ્પસંખ્યકોને ડરાવવા અને હેરાન કરવાનો છે. ધર્માંતરણ-વિરોધી કાયદાના વિરોધમાં આ મામલો અદાલતમાં પણ ગયો હતો. જ્યાં ખ્રિસ્તી સંગઠનોએ તર્ક આપ્યો હતો કે નવો કાયદો સંવિધાન દ્વારા ગેરંટીકૃતિ ધાર્મિત સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડુઃ સોશિયલ મીડિયામાં ફની મેસેજની વણઝાર
કેબી હેડગેવાર સાથે જોડાયેલા અભ્યાસક્રમને હટાવ્યો
મંત્રી એચકે પાટિલે કહ્યું કે મંત્રીમંડળે શાળાના ઈતિહાસની પુસ્તકોમાંથી કેબી હેડગેવાર સાથે જોડાયેલા અભ્યાસક્રમને હટાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે કેબી હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક હતા. તેમના સાથે જોડાયેલા અધ્યાયોને પાછલા વર્ષ પુસ્તકોમાં જોડવામાં આવ્યા હતા. પાટિલે બેઠક પછી સંવાદદાતાઓને કહ્યું કે, મંત્રીમંડળે શાળા અને કોલેજેમાં ભજન સાથે સંવિધાનની પ્રસ્તાવના વાંચવી પણ અનિવાર્ય કરવાનો નિર્ણય કર્યો છે.
સરકાર કૃષિ માર્કેટને લઈને આવશે નવા કાયદા
સિદ્ધારમૈયા કેબિનેટે કૃષિ બજારો (APMC)પર નવા કાયદા લાવવાનો પણ નિર્ણય કર્યો છે, જે ભાજપના સત્તામાં રહેવા દરમિયાન બનાવવામાં આવેલા કાયદાઓની જગ્યા લેશે. પાછલા મહિને જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં ભારે જનાદેશ સાથે જીત નોંધાવી હતી. તે પછી પાર્ટીએ તે સ્પષ્ટ કરી દીધું હતુ કે નવી સરકાર પાછલી ભાજપા સરકારની નીતિઓની સમીક્ષા કરશે.
આ પણ વાંચો- બિપરજોય LIVE : વાવાઝોડું નજીક આવતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, હવે જખૌથી માત્ર આટલા કિમી દૂર