ઘોર કળિયુગ: કપાતર દીકરાની કરતૂત, વીમાના પૈસા હડપવા માટે સગા બાપને ઠેકાણે લગાવી દીધા
કર્ણાટક, 09 જાન્યુઆરી 2025: કપાતર દીકરાની કરતૂત સામે આવી છે. વીમાના પૈસા હડપવા માટે સગા બાપને ઠેકાણે લગાવી દીધા હતાં. પૈસાની લાલચમાં આવીને કેટલાય લોકો અનેક પ્રકારના ગુનાઓ કરી નાખતા હોય છે પણ પૈસાની લાલચમાં આવીને એક દીકરાએ ખતરનાક પગલું ઉઠાવી લીધું. બાપની હત્યાનું ષડયંત્ર રચનારા શખ્સનો ભાંડાફોડ 6 મહિના બાદ થયો છે. પોલીસની સામે તેની એક પણ ચાલાકી કામમાં ન આવી અને તે ત્રણ અન્ય લોકો સાથે જેલમાં છે.
આ કિસ્સો કર્ણાટકના કલબુર્ગીનો છે. છ મહિના પહેલા થયેલી એક દુર્ઘટનામાં કલિંગ રાવ નામના શખ્સનું મૃત્યુ થઈ ગયું હતું. શરુઆતમાં તેને હિટ એન્ડ રન માનવામાં આવતું હતું. રાવનો દીકરો સતીશ પણ ઘટનાસ્થળ પર હતો, પણ તેનો જીવ બચી ગયો હતો. સતીશે મદબૂલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી દીધી.
પિતાની હત્યાને લઈ દીકરાની ધરપકડ
તપાસમાં પોલીસે ટીમ પણ બનાવી અને સતીશ સાથે પૂછપરછ કરવા માટે તેને બોલાવ્યો હતો. એસપીએ કહ્યું કે, સતીશ ઘણી વાર આવ્યો પણ એવું કેટલીય વાર બન્યું છે તે નથી આવ્યો. સતીશનું નિવેદન અને દુર્ઘટનાસ્થળ પર શંકા થવા પર પોલીસે અરુણની ધરપકડ કરી, કડકાઈથી પૂછપરછ કરી તો તેણે તમામ ખુલાસા કરી દીધા.
ખુદ કર્યો ષડયંત્રનો ખુલાસો
સતીશે જણાવ્યું કે, તેણે પોતાના પતિ કલિંગ રાવને ખતમ કરવા માટે અરુણ, રાકેશ અને યુવરાજને તૈયાર કર્યા અને 5 લાખ રુપિયાની ઓફર આપી. ગત વર્ષે જૂલાઈમાં સતીશ પોતાના પિતાની લોન અપાવવાના બહાને સ્કૂટર પર લઈને નીકળ્યો અને રસ્તામાં બેન્નૂર ક્રોસ નજીક સતીશે રોડની સાઈડમાં સ્કૂટર રોકી દીધું.પ્લાન અનુસાર ટ્રેક્ટરે કલિંગ રાવને કચડી નાખ્યો અને ભાગી નીકળ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, સતીશ આદર્શ નગરમાં હોટલ ચલાવવાનું કામ કરતો હતો, પણ હોટલ વ્યવસાયને ઠીક ચલાવવામાં અસમર્થ હોવાના કારણે ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવું ચુકવવા માટે તેના પર પ્રેશર હતું. ત્યાર બાદ હોટલમાં કામ કરનારા અરુણે તેના પિતાની હત્યા કરી વીમો હડપવાનો પ્લાન બતાવ્યો. સતીશ તેના પર રાજી થઈ ગયો અને તેના પિતાની હત્યાને દુર્ઘટના બતાવવા માટે કાવતરું રચ્યું. જો કે, પોલીસ સામે તેની એક પણ ચાલાકી કામમાં ન આવી.
આ પણ વાંચો: કર્ણાટક: નશાના રવાડે ચડેલા 3 કેદીઓ કેકમાં નાખવાનું એસેંસ પી ગયા, ત્રણેયની હાલત ખરાબ થઈ ગઈ