કર્ણાટક: ફ્રી માં રેવડી આપવી પડી ભારે, તિજોરી ખાલી થઈ રહ્યા ના સંકેત
- દેશમાં ફ્રિમાં રેવડીઓને આપવી એ અત્યારે સામાન્ય વાત થઈ ગઈ છે. ચૂંટણી આવતા જ દરેક પક્ષો દ્વારા જુદા જુદા વચનો આપવામાં આવે છે. કેટલાક તો મફત ભોજન આપે છે, કેટલાક વીજળી આપે છે, કેટલાક વધુ ઉદારતા બતાવીને બાળકો માટે સ્કૂટી-બાઈકની જાહેરાત પણ કરે છે.
કર્ણાટકમાં કોંગ્રેસે પાંચ ગેરંટીના આધારે પ્રચંડ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી છે. તે પાંચ ગેરંટીઓમાં ગરીબી રેખા હેઠળના લોકો માટે 10 કિલો મફત ચોખા, મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, 3000 રૂપિયા અને 1500 રૂપિયાનું બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે મફત બસ સેવા, મફત વીજળીના 200 યુનિટનો સમાવેશ થાય છે. જનતાએ કોંગ્રેસના આ વચનોને દિલથી આવકાર્યા, અને કોંગ્રેસના નિશાન પંજાને મત આપ્યી જીતાડ્યા, પરંતુ હવે સત્ય સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે 2018-19થી અત્યાર સુધી પ્રચાર પર લગભગ ₹3100 કરોડથી વધારે ખર્ચ્યા
મફતના વચનો અર્થવ્યવસ્થાને હલાવી નાખે:
દેશમાં ફ્રીની રેવડીઓ આપવી એ સામાન્ય વાત છે. ચૂંટણી આવતા જ પક્ષો દ્વારા જુદા જુદા વચનો આપવામાં આવે છે. કેટલાક મફત ભોજન આપે છે, કેટલાક વીજળી આપે છે, કેટલાક વધુ ઉદારતા બતાવે છે અને બાળકો માટે સ્કૂટી-બાઈકની જાહેરાત પણ કરે છે. પરંતુ આ ઘોષણાઓની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, રાજ્યો દેવાના તળિયે કેવી રીતે દટાયેલા છે તેનો કોઈ ઉલ્લેખ કરતું નથી. પરંતુ ભારતીય રિઝર્વ બેંકથી લઈને અન્ય ઘણા મોટા અર્થશાસ્ત્રીઓએ સમયાંતરે ચેતવણી આપી છે, દેશના વડાપ્રધાને પણ તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમ છતાં પણ રેવડીઓ વહેંચાઈ રહી છે અને મફતના વચનો આડેધડ કરવામાં આવી રહ્યા છે.
પાંચ વચનોનો વાયજો લોકોને ગમ્યો, વિકાસ રહી ગયો પાછળ:
હવે કર્ણાટકની કોંગ્રેસ સરકારે પણ આ જ કારણસર પાંચ ગેરંટી સાથે દાવ ચલાવ્યો હતો. મતોની દૃષ્ટિએ તે સુપરહિટ હતી, પરંતુ તેની ખતરનાક આડઅસર હવે આર્થિક દૃષ્ટિકોણથી દેખાઈ રહી છે. આ ખતરો આપણે આંકડાઓમાં પણ સમજીશું, પરંતુ સૌથી પહેલા રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું નિવેદન જોવું જરૂરી છે . આ નિવેદન એ કહેવા માટે પૂરતું છે કે થોડા મહિનાઓ સુધી સરકાર ચલાવ્યા પછી પણ વિકાસના કામો માટે પૈસા બચી રહ્યા નથી.
ડીકે શિવકુમારના એક નિવેદને દેશને બતાઈ સચ્ચાઈ:
મીડિયા સાથે વાત કરતા ડીકે શિવકુમારે કહ્યું કે એ વાત સાચી છે કે ધારાસભ્ય અમને મળવા માંગતા હતા. તેમને કેટલાક મુદ્દાઓ વિશે વાત કરવી હતી, પરંતુ અમારે તેમની સાથે આર્થિક મુદ્દાઓ પર વાત કરવી છે કે, એ સમજવાની જરૂર છે કે હવે આપણે પાંચ ગેરંટી પૂરી કરવા માટે 40 હજાર કરોડ રૂપિયા અલગ રાખવા પડશે. તેમણે વધુંમાં કહ્યું કે અમે આ વર્ષ વિકાસ પાછળ ખર્ચી નહીં કરી શકીએ. સિંચાઈ કે પીડબલ્યુડી વિભાગ પર ખર્ચ કરી શકીશું નહીં. અમે જાણીએ છીએ કે ધારાસભ્યોની અપેક્ષાઓ વધારે છે, પરંતુ અમે તેમને અત્યારે થોડીવાર રાહ જોવાનું કહ્યું છે.
ડીકે શિવકુમારે આ નિવેદન એટલા માટે આપવું પડ્યું કે એક લેખ સમાચારમાં આવ્યો હતો. આ પત્ર કર્ણાટકના ધારાસભ્યોએ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને તેમના વિસ્તારમાં વિકાસ માટે પૂરતું ભંડોળ મળી રહ્યું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ દ્વારા તેઓને સાંભળવામાં આવતા નથી. તે પત્ર અંગે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે આ એક અફવા છે, પરંતુ વાત-વાતમાં એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કેટલીક ફરિયાદો ચાલી રહી છે. હવે તે ફરિયાદો પર ખુદ ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે વિકાસ માટે પૈસા નથી.
આ પણ વાંચો: યુવતી પર સળિયાથી હુમલો કરીને કરી હત્યા, જાણો શું છે સમગ્ર ધટના