કર્ણાટક : ઝાડ પરથી વરસ્યા એક કરોડ રૂપિયા! ચૂંટણીની મોસમ વચ્ચે મોટી માત્રામાં રોકડ જપ્ત
કર્ણાટકમાં ચૂંટણીની મોસમ વચ્ચે મોટી માત્રામાં રોકડ જપ્ત કરવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અગાઉ બેંગલુરુ પોલીસે પણ લગભગ એક કરોડ રૂપિયા સાથે બે લોકોને પકડ્યા હતા. 13 એપ્રિલના રોજ સિટી માર્કેટ વિસ્તાર નજીક એક ઓટોમાંથી જપ્ત કરવામાં આવી હતી.ત્યારે કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત બાદ ફરી એક વખત જંગી રકમ જપ્ત કરવામા આવી છે.
ઝાડ પરથી મળ્યા એક કરોડ રૂપિયા
કર્ણાટકમાં આ મહિને વિધાનસભાની ચૂંટણી થવાની છે. દરમિયાન આવકવેરા વિભાગની ટીમે મૈસૂરમાં એક ઘરમાં દરોડા દરમિયાન એક ઝાડ પરના બોક્સમાં રાખેલા 1 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જાણકારી મુજબ મૈસુરમાં સુબ્રમણ્યમ રાયના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝાડ પરના બોક્સમાં રાખેલા એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા. સુબ્રમણ્યમ રાય કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર રાયના ભાઈ છે.
Mysore: Income tax department seized one crore rupees which hidden in Mango box on a tree.
IT sleuth raided the house of Subramania Rai in Mysore . pic.twitter.com/bbLDM3ZOPL
— Ashish Dubey (@iam_ashishdubey) May 3, 2023
ઈન્કમટેક્સના દરોડાનો વીડિયો થયો વાયરલ
ઈન્કમટેક્સ વિભાગના દરોડાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક અધિકારીઓ ઝાડ તરફ ઈશારો કરીને કંઈક બોલતા જોવા મળે છે. તેના હાથમાં મોબાઈલ છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઝાડમાંથી મળી આવેલા બોક્સમાંથી એક કરોડ રૂપિયા હતા.
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત 10 મેના રોજ મતદાન થવાનું છે. પરિણામ 13 મેના રોજ આવશે. ચૂંટણીની જાહેરાત બાદથી જંગી રકમ જપ્ત કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે કર્ણાટકમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે. તેથી, સાચા અને યોગ્ય દસ્તાવેજો વિના રાજ્યમાં મોટી માત્રામાં રોકડ રકમ લઈને આવવા જવાની મંજૂરી નથી. ત્યારે આ વચ્ચે મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા આવક વેરા વિભાગ સતર્ક બન્યું છે.
આ પણ વાંચો : પંચમહાલ : રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા, સ્થાનિકોમાં ભયનો માહોલ