કર્ણાટક/ યાલાપુરામાં ભીષણ માર્ગ અકસ્માત, 9ના મૃત્યુ અને 20 ઘાયલ


કર્ણાટક, 22 જાન્યુઆરી 2025 : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાપુરામાં, શાકભાજી લઈ જતી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રિપર સાથે અથડાઈ ગઈ, જેના કારણે ટ્રકના ચૂરેચૂરા થઈ ગયા. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
પોલીસે શું કહ્યું?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે શાકભાજીનો ટ્રક ૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી ગયો હતો. પીડિતો, બધા ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળ્યા હતા અને ફળો વેચવા માટે યલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું હતું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત જંગલ વિસ્તારમાં થયો હતો.
નારાયણે મીડિયાને જણાવ્યું, ‘સવારે લગભગ 4 વાગ્યે, ટ્રક ડ્રાઈવર બીજા વાહનને રસ્તો આપતી વખતે ડાબી બાજુ વળ્યો અને લગભગ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયો.’ તેમણે કહ્યું કે ખીણમાં રસ્તા પર કોઈ સલામતી દિવાલ નથી. “નવ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા,” અધિકારીએ જણાવ્યું. ઘાયલોને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વડીલો કેમ કહેતા કે રોજ એક મુઠ્ઠી ચણા ખાવ, શું છે તેના ફાયદા?