કર્ણાટક સરકારે તાત્કાલિક અસરથી ‘હુક્કા’ પર પ્રતિબંધ લાદ્યો
બેંગલુરુ, (કર્ણાટક), 08 ફેબ્રુઆરી: કર્ણાટક સરકારે હુક્કા ઉત્પાદનોના વેચાણ, ખરીદી અને પ્રચાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ અંગેની માહિતી જાહેર કરી છે. તમામ પ્રકારના હુક્કા ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ, જાહેરાત અને પ્રચાર પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. સરકારી આદેશમાં એવા અભ્યાસોને પણ પ્રકાશિત કરાયા છે, જે દર્શાવે છે કે કેવી રીતે 45 મિનિટ હુક્કાનું ધુમ્રપાન 100 સિગારેટ પીવાની બરાબર છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Karnataka Health Minister Dinesh Gundu Rao announces statewide ban on hookah to protect public health and youth.
This decisive action is backed by alarming data from the WHO Global Adult Tobacco Survey-2016-17 (GATS-2), which states that 22.8% of adults in Karnataka use… pic.twitter.com/haRnMPPEso
— ANI (@ANI) February 8, 2024
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લદાયો
સરકારના કહેવા પ્રમાણે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે બેંગલુરુના કોરમંગલામાં એક હુક્કાબારમાં આગ લાગવાની દુર્ઘટનામાં રાજ્યના ફાયર કંટ્રોલ અને ફાયર સેફ્ટી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉલ્લંઘન કરનારાઓ પર COTPA (સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003), ચાઈલ્ડ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015, ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એક્ટ 2006, કર્ણાટક પોઈઝન (કબજો અને વેચાણ) નિયમો 2015 અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવશે.
કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે જાહેર આરોગ્ય અને યુવાનોના રક્ષણ માટે રાજ્યવ્યાપી હુક્કા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. WHO ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે-2016-17 (GATS-2) ના ભયજનક ડેટા મુજબ, કર્ણાટકમાં 22.8% પુખ્ત વયના લોકો તમાકુનો ઉપયોગ કરે છે, જેમાં 8.8% ધૂમ્રપાન કરે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે 23.9% પુખ્ત વયના લોકો જાહેર સ્થળોએ સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવે છે, જે રાજ્યમાં તમાકુના વપરાશના વ્યાપક જોખમને દર્શાવે છે.
સપ્ટેમ્બર 2023માં સરકારે હુક્કા પ્રતિબંધના સંકેતો આપ્યા
મહત્ત્વનું છે કે, સપ્ટેમ્બર 2023માં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે કર્ણાટક સરકાર હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવા અને તમાકુના સેવન માટેની કાયદેસરની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાંથી થયો ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ