ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટક સરકારે સાવરકરને અભ્યાસમાંથી હટાવ્યા, ગડકરી થયા લાલઘુમ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે હિન્દુત્વના વિચારક વીડી સાવરકર સમાજ સુધારક અને દેશભક્ત હતા. કર્ણાટકમાં શાળાના પુસ્તકોમાંથી સાવરકર અને આરએસએસના સ્થાપક કેબી હેડગેવાર પરના પ્રકરણો હટાવવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

અપમાનનો સામનો કરવો પડ્યો તે દુર્ભાગ્યપૂર્ણઃ વીર સાવરકર નામના પુસ્તકના વિમોચન પ્રસંગે ગડકરીએ આ વાત કહી. તેમણે કહ્યું કે દેશ માટે સર્વસ્વ છોડી દેનાર સાવરકર અને તેમના પરિવારને અપમાનનો સામનો કરવો પડ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. સાવરકરે કહ્યું હતું કે હિન્દુત્વ જાતિવાદ અને કોમવાદથી મુક્ત છે. સાવરકર સમાજ સુધારક હતા અને તેઓ આપણા માટે આદર્શ છે. કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે શાળાના અભ્યાસક્રમમાંથી ડો. હેડગેવાર અને સાવરકર સાથે સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવી રહ્યા છે. આનાથી વધુ પીડાદાયક બીજું કંઈ નથી. 

સાવકરની ટીકા કરીઃ ગડકરીએ કહ્યું કે એક સમયે એવા રાષ્ટ્રીય નેતા હતા જેમની સાથે મારા સારા સંબંધો હતા. તેમણે સાવકરની ટીકા કરી હતી. મેં તે સમયે તેમને કહ્યું હતું કે તેમની (સાવરકર) જાણ્યા વિના તેમની ટીકા ન કરવી જોઈએ. આ પછી નેતાએ કહ્યું હતું કે તે હવે સાવરકર વિશે કોઈ ટિપ્પણી કરશે નહીં. ગડકરીએ કહ્યું કે યુવા પેઢીએ સાવકર અને વિવેકાનંદની વિચારધારાથી વાકેફ થવું જોઈએ. યુવાનોને સાવકરે દેશ માટે આપેલા બલિદાન વિશે જણાવવું જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગરની મુસાફરી હવે સરળ બનશે! નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Back to top button