- પ્રચાર માટે ગુજરાતના નેતાઓની ફોજ ઉતારશે ભાજપ
- કર્ણાટક ચૂંટણીમાં ભાજપે અપનાવ્યું ગુજરાત મોડેલ
- 6 નેતાઓ અને 125 કાર્યકર્તાઓ કર્ણાટકમાં કરશે પ્રચાર
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપે થોડા દિવસ પહેલા જ તમામ નેતાઓને આ કામમા લાગી જવા માટે કહ્યું હતું. ત્યારે હવે કર્ણાટની ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાત મોટેલ અપનાવ્યું છે. આ સાથે જ તેમણે ગુજરાતના નેતાઓને કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે લગાવી દીધા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના 6 નેતાઓ અને 125 કાર્યકર્તાઓ કર્ણાટકની ચૂંટણીમાં ભજવશે મહત્વનો ભાગ ભજવશે.
ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ કર્ણાટક જશે
કર્ણાટકની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતા હવે ભાજપે કર્ણાટકમાં પણ ગુજરાત મોટેલ અપનાવ્યું છે.જેના ભાગરૂપે ભાજપ સરકારના સ્લોગનનો કર્ણાટકમાં પણ ઉપયોગ કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ ગુજરાત ભાજપના 6 નેતાઓ અને 125 કાર્યકર્તાઓની ફોજ કર્ણાટકમાં જઈ ચૂંટણી પ્રચાર કરશે.
સંગઠનના આ નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી
ગુજરાતના ઢગલાબંધ નેતાઓ કર્ણાટક જઈને ભાજપ માટે પ્રચાર કરશે. સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસે જશે આ સાથે ગુજરાત ભાજપના 125 આગેવાનો પણ તેમની સાથે કર્ણાટક જશે. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક જશે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી બનાવવામા આવ્યા છે. જેથી માથે મોટી જવાબદારી રહેશે.ગુજરાતમાંથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ પણ કર્ણાટકના પ્રવાસે જશે. ગુજરાત ભાજપના આ કાર્યકર્તાઓને બુથ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે
કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત મોડેલ
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની 13 મેના રોજ યોજાવાની છે. ત્યારે ભાજપ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેના માટે તેને ગુજરાત મોડેલને અપનાવ્યું છે. જેથી ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ ભવ્ય જીત મેળવી શકાય.
આ પણ વાંચો : ખેડૂતો આનંદો ! વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને મળશે રાહત, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય