ટોપ ન્યૂઝનેશનલ

Karnataka Election Results Live : વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, કર્ણાટકમાં મતગણતરી શરૂ

Text To Speech

કર્ણાટક માટે આજનો દિવસ ઐતિહાસિક છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ વલણો થોડીવારમાં આવશે. 10 મેના રોજ રાજ્યની 224 વિધાનસભા બેઠકો પર 72.82 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ વખતે ચૂંટણીમાં કુલ 2,615 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે.

આ પણ વાંચો : Live : HumDekhenge પર સૌથી પહેલા કર્ણાટક-ઉત્તર પ્રદેશની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઢોલ વગાડીને ઉજવણી કરવામાં આવી.
  • કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હુબલીમાં મત ગણતરી શરૂ થયા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આજનો દિવસ મોટો છે કારણ કે કર્ણાટકની જનતા આગામી પાંચ વર્ષ નક્કી કરશે. મને ખાતરી છે કે લોકોએ ભાજપને મત આપ્યો છે અને હું ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ લોકોનો આભાર માનું છું.
  • સવારના 8:30 વાગ્યા સુધીમાં ભાજપ 88, કોંગ્રેસ 76, JDS 20 અને અન્ય 1 પર આગળ છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. તસવીરો મેંગલુરુના મતગણતરી કેન્દ્રની બહારની છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

  • ભાજપ 83, કોંગ્રેસ 113, JDS 15 અને અન્ય 2 પર આગળ
  • કર્ણાટકમાં કાંટે કી ટક્કર ચાલી રહી છે. ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક બીજેપી આગળ જોવા મળી રહી છે.
  • પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ સતત આગળ વધી રહી છે.
  • સવારે 9 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસને હાલમાં 112, ભાજપને 90, જેડીએસને 19 બેઠકો મળી રહી છે.
  • ટ્રેન્ડમાં ભાજપે બહુમતીના આંકને સ્પર્શ કર્યો, ભાજપ 116, કોંગ્રેસ 96 અને જેડીએસ 12 પર આગળ છે.
  • ટ્રેન્ડમાં કોંગ્રેસ બહુમતીના આંકને સ્પર્શ કર્યો, ભાજપ 85, કોંગ્રેસ 117 અને જેડીએસ 20 પર આગળ છે.
  • વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત
  • ટ્રેન્ડમાં કોંગ્રેસ મોટી લીડ લેતી જોવા મળી રહી છે, હાલમાં કોંગ્રેસ 137, ભાજપ 68, જેડીએસ 17 અને અન્ય બે બેઠકો પર આગળ છે.
  • કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટર હુબલ્લી-ધારવાડ-મધ્ય બેઠક પર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે રાજ્ય મંત્રી સી.એન. મલેશ્વરમથી અશ્વથ નારાયણ આગળ છે.
  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ શ્રી બસવેશ્વર ઉમા મહેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિમલાના જાખુ મંદિરમાં પૂજા અર્ચના કરી.

  • કોંગ્રેસે ટ્રેન્ડમાં સતત આગળ વધી રહી છે. પાર્ટી બહુમતના જાદુઈ આંકડાને પાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીની લીડ 110 અને 116 વચ્ચે છે. બીજેપી અને જેડીએસ નુક્સાનમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ 78 સીટો પર અને જેડીએસ 26 સીટો પર આગળ છે. અન્યના ખાતામાં પાંચ બેઠકો દેખાઈ રહી છે.

વિધાનસભા બેઠકના ઉમેદવારોના વલણો

  • શિગગાંવ, બસવરાજ બોમાઈ (ભાજપ) આગળ
  • વરુણ, સિદ્ધારમૈયા (કોંગ્રેસ) આગળ
  • કનકપુરા, DK શિવકુમાર (કોંગ્રસ) આગળ
  • ચન્નાપટ્ટન, એચડી કુમારસ્વામી (JDS) આગળ
  • ચિકમગલુર, સીટી રવિ (ભાજપ) પાછળ
  • અથાણી, લક્ષ્મણ સાવડી (કોંગ્રેસ) આગળ
  • હુબલી-ધારવાડ સેન્ટ્રલ, જગદીશ શેટ્ટર (કોંગ્રેસ) પાછળ
  • સિરસી, વિશ્વેશ્વર હેગડે કાગેરી (ભાજપ) આગળ
  • શિકારીપુર, વિજયેન્દ્ર (ભાજપ) આગળ
  • ચિત્તપુર, પ્રિયંક ખડગે (કોંગ્રેસ) આગળ
  • હોલેનરસીપુર, એચડી રાવન્ના (JDS) આગળ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 110 સીટો પર, ભાજપ 71 સીટો પર અને જેડી(એસ) 23 સીટો પર આગળ છે.Karnataka - Humdekhengenews

  • કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડિકે શિવકુમાર 20508 મતોથી આગળ

#KarnatakaElectionResults2023 દિલ્હી AICC ઓફિસમાં આતશબાજી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના મતે કોંગ્રેસને ટ્રેન્ડમાં બહુમતી મળી છે. કોંગ્રેસ-114, BJP-71 અને JD(S)-32 આગળ છે.Karnataka - Humdekhengenews

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે, વલણો દર્શાવે છે કે કોંગ્રેસને બહુમતી મળી રહી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે.

Back to top button