ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટક ચૂંટણી 2023: કોણ બનશે કર્ણાટકનો રાજા! પ્રચારના પડઘમ શાંત, 10 મેના રોજ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

કર્ણાટકમાં ભાજપના ચૂંટણી પ્રચાર PM મોદીનો કરિશ્મા, ડબલ એન્જિન સરકાર, રાષ્ટ્રીય મુદ્દાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉપલબ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસે સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા હતા.

કર્ણાટક વિધાનસભામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. ભાજપે રાજ્યમાં ફરી સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બીજીબાજુ કોંગ્રેસે ભાજપને હરાવવાનો પૂરો પ્રયત્ન કરશે. જનતા દળ (સેક્યુલર), જે રાજ્યનું ત્રીજું સૌથી મોટું દળ બની ગયું છે, તેણે પણ મતદારોને રીઝવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં મેગા રોડ શો કરીને જોરદાર પ્રચાર કર્યો છે. કર્ણાટકમાં છેલ્લા 38 વર્ષમાં સત્તા બદલાઈ રહી છે. આ વર્ષો જૂની પરંપરા તોડીને ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનો ગઢ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર, ‘જો કોંગ્રેસ મુસ્લિમ અનામત વધારીને 6% કરશે તો કોણ ઘટશે?’

ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં

કર્ણાટક વિધાનસભાની આ ચૂંટણી દરમિયાન ત્રણેય પાર્ટીઇ વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ભાજપ પાસેથી સત્તા છીનવવા કોંગ્રેસે જબરજસ્ત પ્રચાર કર્યો છે. કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાની આગેવાની હેઠળના જનતા દળ (સેક્યુલર) એ પણ પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી. આ વખતે જેડીએસ ચૂંટણીમાં કિંગમેકર બનવાને બદલે વિજેતા બનીને ઉભરવા માંગે છે. જો ભાજપના ચૂંટણી પ્રચારને જોઈએ તો તે PM મોદીના કરિશ્મા, ડબલ એન્જિન સરકાર, રાષ્ટ્રીય મુદ્દાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉપલબ્ધિઓ પર કેન્દ્રિત છે.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી 2023 : અમિત શાહના જોરદાર પ્રહાર, કહ્યું ચૂંટણીમાં કોંગ્રેસે ઉપયોગ કરેલ ખોટી ભાષાનો જવાબ જનતા આપશે

બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા હતા. શરૂઆતમાં તેમના ચૂંટણી પ્રચારની લગામ સ્થાનિક નેતાઓના હાથમાં હતી. પરંતુ બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. તાજેતરમાં જ સોનિયા ગાંધીએ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. જેડીએસ પણ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક મુદ્દાઓને મહત્વ આપી રહી છે. તેના નેતા એચડી કુમારસ્વામી ઉપરાંત દેવેગૌડાએ પણ ઘણો પ્રચાર કર્યો.

આ પણ વાંચો : કર્ણાટકમાં કોંગ્રેસનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર, રાજસ્થાનમાં ગેહલોતે પોતાના જ ધારાસભ્યો પર કરોડો લીધાનો આરોપ લગાવ્યો

PM મોદીએ 18 જાહેર સભાઓ અને 6 રોડ શો કર્યા છે

મોદીએ 29 એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ 18 જાહેર સભાઓ અને 6 રોડ શો કર્યા છે. 29 માર્ચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી તે પહેલાં, મોદીએ જાન્યુઆરીથી 7 વખત રાજ્યની મુલાકાત લીધી હતી અને ઘણી સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. PM મોદીએ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી : શિવમોગામાં PM મોદીનો હુંકાર, કહ્યું કે કોંગ્રેસ યુવાઓનું કંઈ નહીં કરી શકે

ભાજપનો તોફાની ચૂંટણી પ્રચાર

ભાજપના નેતાઓના મતે, મોદીના સમગ્ર રાજ્યના પ્રવાસે પાર્ટીના કાર્યકરોનું મનોબળ વધાર્યું છે અને મતદારોમાં વિશ્વાસ જગાડ્યો છે. પાર્ટીના નેતાઓને આશા છે કે PM મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓના તોફાની ચૂંટણી પ્રચારથી તેનો ફાયદો થશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે મોદી-શાહે મતદાન પહેલા કોંગ્રેસને પાછળ ધકેલી દીધી છે.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી 2023: ‘બધી ગાળો માટીમાં ભળી જશે’, PM મોદીએ હમનાબાદ રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર

ભાજપ-કોંગ્રેસનો 150 સીટનો ટાર્ગેટ

2008 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવા છતાં, ભાજપને રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભાજપને પૂર્ણ બહુમતી મળવાની આશા છે. તેણે ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ જો સંતુલન કોંગ્રેસની તરફેણમાં ઝુકાવશે, તો તે કોંગ્રેસ માટે મનોબળ વધારનાર સાબિત થશે અને તે તેની ચૂંટણીની સંભાવનાઓમાં નવું પ્રાણ પૂરવાનું કામ કરશે. જો પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવશે તો તે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેના કાર્યકરોમાં નવો ઉત્સાહ પેદા કરશે. આ ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ માટે પણ ગળાકાપ લડાઈ છે, કારણ કે ખડગે પોતે રાજ્યના કલબુર્ગી જિલ્લાના છે. કોંગ્રેસ પાર્ટીએ પણ 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Back to top button