ચૂંટણી પંચ આજે સવારે 11.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં ગત વખતની જેમ આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
#WATCH | The day of polling for Karnataka Assembly elections will be 10th May, in the single phase and the results will be declared on 13th May. pic.twitter.com/v5lzt3HaBe
— ANI (@ANI) March 29, 2023
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણી માટે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો પર 58,282 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. દરેક મતદાન મથક પર સરેરાશ 883 જેટલા મતદારો હશે. એટલું જ નહીં, 1320 મતદાન મથકોનું સંચાલન મહિલા અધિકારીઓ કરશે. આ વખતે પંચે કર્ણાટકમાં 240 મોડલ મતદાન મથકો સ્થાપવાની વાત કરી છે. રાજીવ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 19 વર્ષની વય વચ્ચે 9,17,241 પ્રથમ વખત મતદારો છે. એટલું જ નહીં, 17 વર્ષની વયના 1,25,406 યુવાનોએ આગોતરી અરજી આપીને મતદાર યાદીમાં નામ નોંધાવ્યા છે.
ચૂંટણી પંચે તારીખો જાહેર કરી
- નોટિફિકેશન : 13 એપ્રિલ
- નામાંકન : 20 એપ્રિલ
- નામાંકન પાછું ખેંચવાની તારીખ: 24 એપ્રિલ
- મતદાન : 10 મે
- મતોની ગણતરી : 13 મે