ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
કર્ણાટક/ CM સિદ્ધારમૈયા, D.CM ડીકે શિવકુમાર અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે! આ કેસમાં સમન્સ જારી


કર્ણાટક, 23 ફેબ્રુઆરી: કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યા છે. રાજ્યની અગાઉની ભાજપ સરકાર પર ‘40% કમિશન’નો આરોપ લગાવવા બદલ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે 40% કમિશન સહિતના અનેક આરોપો પર તત્કાલીન ભાજપ સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. એટલું જ નહીં, કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની તસવીર સાથે ‘PayCM’ પોસ્ટર પણ લગાવ્યા હતા.