ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટક લાંચ કેસ: ભાજપ MLA મદલ વિરુપક્ષપ્પાની ધરપકડ, ઘરમાંથી 7 કરોડ જપ્ત

Text To Speech

કર્ણાટક હાઈકોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધા બાદ ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તુમાકુરુમાં ક્યાથાસાન્દ્રા ટોલ પ્લાઝા નજીક મદલ વિરુપક્ષપ્પાની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલને 2 માર્ચના રોજ લોકાયુક્ત અધિકારીઓએ કોન્ટ્રાક્ટર પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડ્યા હતા.

ધારાસભ્ય પર આરોપ છે કે તે KSDL ઓફિસમાં તેમના પિતા વતી આ રકમ લેતા હતા. વિરુપક્ષપ્પાના ઘરેથી 7 કરોડથી વધુની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. હાઈકોર્ટે ગયા અઠવાડિયે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ કે. નટરાજને ચન્નાગિરીના ધારાસભ્ય વિરુપક્ષપ્પાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

વિરુપક્ષપ્પાએ તેમના પુત્રની ધરપકડ બાદ KSDL પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ કથિત કૌભાંડ KSDLમાં કેમિકલના સપ્લાય સાથે સંબંધિત છે, જેમાં 81 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. પ્રશાંત મદલ બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટ્સ ઓફિસર છે. આ કેસની તપાસ કરી રહેલી લોકાયુકત પોલીસે જણાવ્યું હતું કે લાંચ કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડને કાચા માલના સપ્લાય માટે ટેન્ડર મેળવવા માટે હતી.

ધારાસભ્યએ આરોપોને નકાર્યા

ધારાસભ્યએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેમને તેમના રાજકીય હરીફો દ્વારા ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલો તેમનો પુત્ર નિર્દોષ હતો. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે કોઈએ કાવતરા હેઠળ તેમના પુત્રની ઓફિસમાં પૈસા મોકલ્યા હતા.

આ પણ વાંચોઃ આરક્ષણને લઈને કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના ઘરની બહાર જોરદાર વિરોધ, લોકોએ કર્યો પથ્થરમારો

પહેલા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

લોકાયુક્ત પોલીસે આ કેસમાં વધુ ચારની ધરપકડ કરી છે. હાઈકોર્ટે અગાઉ વિરુપક્ષપ્પાને રૂ. પાંચ લાખના અંગત બોન્ડ પર વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જેણે તેમને ધરપકડથી બચાવ્યા હતા. ત્યારપછી જામીન મળતાં તેમના વતન શહેરમાં તેમના સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Back to top button