ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 : આ દિગ્ગજ અરબપતિએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું, જાણો શું કહ્યું યુવાનો વિશે

Text To Speech

મતદાન કર્યા બાદ સુધા મૂર્તિએ યુવાનોને પાઠ આપતા કહ્યું કે અમે વૃદ્ધ છીએ પરંતુ અમે અહીં આવીને મતદાન કરવા માટે 6 વાગ્યે ઉઠ્યા. મહેરબાની કરીને અમારી પાસેથી શીખો.

કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં લોકો પૂરા ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક ઈન્ફોસિસના સ્થાપકસભ્ય નારાયણ મૂર્તિ પણ પોતાનો મત આપવા બેંગલુરુની જયનગર વિધાનસભા બેઠક પર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે અરબપતિ ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના પછી લોકો નારાયણમૂર્તિની સાદગીના વખાણ કરી રહ્યા છે.

સુધા મૂર્તિએ યુવાનોને આ બોધપાઠ આપ્યો

દેશના અરબપતિ નારાયણ મૂર્તિની પત્ની અને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર સુધા મૂર્તિ પણ નારાયણ મૂર્તિ સાથે મતદાન કરવા પહોંચી હતી. મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સુધા મૂર્તિએ યુવાનોને પાઠ આપતા કહ્યું, ‘અમને જુઓ, અમે વૃદ્ધ છીએ પરંતુ અમે અહીં આવીને મતદાન કરવા માટે 6 વાગ્યે ઉઠ્યા. કૃપા કરીને અમારી પાસેથી શીખો. લોકશાહી માટે મતદાન ખૂબ મહત્વનું છે. મૂર્તિએ કહ્યું કે ‘હું હંમેશા કહું છું કે યુવાનોએ મતદાન કરવું જોઈએ કારણ કે તેમની પાસે બોલવાની શક્તિ છે અને મતદાન કર્યા વિના તમારી પાસે તે શક્તિ નહીં હોય’.

મતદાન ન કર્યું હોય તો ટીકા કરવાનો કોઈ અધિકાર નથી 

બીજીબાજુ નારાયણમૂર્તિએ કહ્યું હતું કે ‘પહેલા આપણે મત આપવો જોઈએ, પછી જ આપણે કહી શકીએ કે તે સારું છે, તે સારું નથી પરંતુ જો આપણે તેમ નહીં કરીએ તો તમને ટીકા કરવાનો અધિકાર પણ નથી’. નારાયણ મૂર્તિએ કહ્યું કે યુવાનોની સાથે બેસીને મતદાન કરવું શા માટે જરૂરી છે તે સમજાવવાની જવાબદારી વડીલોની છે. મારા માતા-પિતાએ એવું કહ્યું હતું.’

Back to top button