મનોરંજન

પૂર્વ પતિ સંજય કપૂર સાથે જોવા મળી કરિશ્મા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Text To Speech

90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરને કોઈ કેવી રીતે ભૂલી શકે. તે ભલે મોટા પડદાથી દૂર હોય પરંતુ તેના અંગત જીવનને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કરિશ્મા કપૂર તેના પૂર્વ પતિ સંજય કપૂર સાથે જોવા મળી હતી, કરિશ્મા કપૂર તેના પરિવાર અને મિત્રો સાથે 27 મે 2023ના રોજ ડિનર પર ગઈ હતી. આ દરમિયાન તેમની પુત્રી સમાયરા કપૂર પણ તેમની સાથે હાજર હતી. જ્યારે કરિશ્માએ બ્લેક ફ્લોરલ ફ્રોક પહેર્યું હતું, તો સમાયરા પણ બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. તાજેતરમાં જ કરિશ્મા કપૂરનો પૂર્વ પતિ સંજય કપૂર સાથે ડિનર ડેટનો વીડિયો સામે આવ્યો છે.

જોકે, આ સિવાય પણ કરિશ્મા અને તેના પૂર્વ પતિ સંજય કપૂરની મુલાકાત ચર્ચામાં રહી હતી. બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. જ્યારે કરિશ્માના ચહેરા પર મંદ સ્મિત જોવા મળી રહ્યું હતું, તો સંજય પણ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ પહેલીવાર નથી જ્યારે કરિશ્મા અને સંજય એકબીજાને મળ્યા હોય, પહેલા પણ માર્ચમાં કરિશ્મા કપૂરે તેના પુત્ર અયાન રાજ કપૂરનો જન્મદિવસ તેના પૂર્વ પતિ સંજય કપૂર અને તેની પત્ની પ્રિયા સચદેવ સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન બંનેની મુલાકાત પણ ચર્ચામાં રહી હતી.

આ પણ વાંચો : ૩૧મેએ છે ભીમ એકાદશી નિર્જલ ઉપવાસ કરવાથી મળશે આ શુભ ફળ

કરિશ્માએ 2003માં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ કપલના બે બાળકો અદૈર અને કિયાન છે. જોકે, બંને વચ્ચેનું બોન્ડિંગ લાંબુ ટકી શક્યું નહીં અને બંનેએ 2014માં છૂટાછેડાનો કેસ ફાઈલ કર્યો. છૂટાછેડા દરમિયાન બંનેએ એકબીજા પર ઘણા આરોપો લગાવ્યા હતા, જેની મીડિયામાં પણ ચર્ચા થઈ હતી. જો કે આ બધાની વચ્ચે 2016માં બંનેના છૂટાછેડા મંજૂર થઈ ગયા. પણ છૂટાછેડા પછી, કરિશ્માને તેના પૂર્વ પતિ સાથે જોઈને તેના ચાહકો ચોંકી ગયા છે.

આ પણ વાંચો : આ ખરાબ ટેવો તમારી ત્વચાની ચમક છીનવી લે છે, આજે જ બદલો..

Back to top button