ટ્રેન્ડિંગનેશનલ

કારગિલ યુદ્ધની સાજિશ મુશરફે રચી હતીઃ બીમારીથી દર્દનાક બની જિંદગી

  • 26 જુલાઇનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે
  • 24 વર્ષ પહેલા ભારતે પાકિસ્તાનને ઘુંટણીયે લાવી દીધુ હતુ
  • આ યુદ્ધ કરાવનાર પરવેઝ મુશરફ અંતિમ દિવસોમાં ખૂબ તડપ્યા

26 જુલાઇનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઓળખાય છે. 24 વર્ષ પહેલા આ દિવસે ભારતે પાકિસ્તાનને ઘુંટણ પર લાવી દીધુ હતુ. ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાને ઘરમાં ઘુસીને મારી અને યુદ્ધમાં જીત મેળવી હતી. ત્યારથી લઇને આજ સુધી દર વર્ષે 26 જુલાઇના રોજ ભારતમાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે.

કારગિલ યુદ્ધની વાત હોય અને પરવેઝ મુશરફનો ઉલ્લેખન થાય તે શક્ય જ નથી. પરવેઝ મુશરફ ત્યારે પાકિસ્તાનનો રાષ્ટ્રપતિ હતો. મુશરફ એ વ્યક્તિ હતો જેણે કારગિલ યુદ્ધની સાજિશ રચી હતી અને ભારત સાથે દગો કર્યો. આજે આપણે કારગિલ વિજય દિવસના અવસરે ભારત સાથે દગો કરનાર પરવેઝ મુશરફ અંગે વિસ્તારથી વાત કરીશું.

 કારગિલ વિજય દિવસઃ મુશરફે રચી હતી સાજિશઃ બાદમાં બીમારીથી દર્દનાક બની જિંદગી hum dekhenge news

જાણો દગાખોર પરવેઝ મુશરફ વિશે

પરવેઝ મુશરફનો જન્મ 11 ઓગસ્ટ, 1943ના રોજ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં થયો હતો. 1947માં ભારત વિભાજનના થોડા દિવસ પહેલા જ પરવેઝના આખા પરિવારે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો. પરવેઝના પિતા પાકિસ્તાન સરકારમાં કામ કરતા હતા. 1998માં પરવેઝ મુશરફ જનરલ બન્યા. તેમણે ભારત સામે કારગિલ યુદ્ધની સાજિશ રચી, પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેમની દરેક ચાલ પર પાણી ફેરવી દીધુ. પોતાની આત્મકથા ‘ઇન ધ લાઇન ઓફ ફાયર-અ મેમોયર’માં જનરલ પરવેઝ મુશરફે લખ્યુ છે કે તેમણે કેવી રીતે કારગિલ પર કબજો જમાવવાની કસમ ખાધી હતી, પરંતુ નવાઝ શરીફના કારણે તેઓ આમ ન કરી શક્યા.

1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કરનારા 79 વર્ષીય જનરલ મુશરફ પર રાજદ્રોહનો આક્ષેપ લગાવાયો હતો અને 2019માં બંધારણનો ભંગ કરવા બદલ મોતની સજા સંભળાવાઇ હતી. જોકે બાદમાં તેમની મોતની સજા સસ્પેન્ડ કરાઇ હતી. 2020માં લાહોર હાઇકોર્ટે મુશરફ સામે નવાઝ શરીફ સરકાર દ્વારા કરાયેલી તમામ કાર્યવાહીને ગેરબંઘારણીય જાહેર કરી હતી, જેમાં ઉચ્ચ રાજદ્રોહના આરોપ પર ફરિયાદ દાખલ કરવી અને એક વિશેષ કોર્ટની રચના સાથે સાથે તેની કાર્યવાહી પણ સામેલ હતી.

1998માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા, પરંતુ એક વર્ષ પછી 1999માં જનરલ મુશર્રફે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સરમુખત્યાર બની ગયા. પરવેઝે સત્તા સંભાળતાની સાથે જ નવાઝ શરીફે પરિવાર સહિત પાકિસ્તાન છોડવું પડ્યું હતું. 30 માર્ચ, 2014 ના રોજ મુશરફ પર 3 નવેમ્બર 2007 ના બંધારણને સસ્પેન્ડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર 17, 2019 માં, એક વિશેષ અદાલતે મુશર્રફને ઉચ્ચ રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભૂતપૂર્વ સૈન્ય શાસક માર્ચ 2016 માં તબીબી સારવાર માટે દેશ છોડી દુબઇ ચાલ્યા ગયા અને ત્યાર બાદથી પાકિસ્તાન પરત ન ફર્યા. આ વર્ષે 5 ફેબ્રુઆરીએ 79 વર્ષીય પરવેઝ મુશર્રફે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુશર્રફ અમાઇલોઇડિસ બિમારીથી પીડિતા હતા.

એમાયલોઇડિસિસ રોગ શું છે?

આ રોગ ત્યારે થાય છે જ્યારે શરીરમાં અમાઇલોઈડ નામનું પ્રોટીન બનવા લાગે છે. આ અમાઈલોઈડ પ્રોટીન શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે. આ રોગથી સૌથી વધુ પ્રભાવિત થતા અંગોમાં હૃદય, કિડની, લીવર, સ્પ્લીન, નર્વસ સિસ્ટમ અને પાચન તંત્રનો સમાવેશ થાય છે. અમાયલોઇડિસિસ કેટલીક અન્ય બીમારીઓ સાથે પણ હોય છે. જેના કારણે આખું શરીર નબળું પડી જાય છે અને ધીમે ધીમે શરીરના દરેક અંગ કામ કરવાનું બંધ કરી દે છે.

કારગિલ વિજય દિવસઃ મુશરફે રચી હતી સાજિશઃ બાદમાં બીમારીથી દર્દનાક બની જિંદગી hum dekhenge news

અંતિમ દિવસોમાં મુશર્રફની હાલત કેવી હતી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરવેઝ મુશર્રફ બીમારીને કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા. તેઓ જાતે ચાલી પણ શકતા ન હતો. તે બોલી પણ શકતા ન હતા. ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે બચાવી શક્યા નહીં. અમાઇલોઇડિસિસના લક્ષણો ઘણીવાર ખૂબ સૂક્ષ્મ હોય છે. જેમ જેમ અમાઇલોઇડિસિસ શરીરમાં પ્રગતિ કરે છે તેમ તેમ તે આપણા સમગ્ર શરીરને નુકશાન પહોંચાડે છે. આ રોગથી પીડાતા લોકોનું વજન સાવ ઘટી જાય છે. પગ, ઘુંટણ આખા શરીરમાં સોજા આવે છે. તે વ્યક્તિ સ્તબ્ધ થઇ જાય છે, હાથ અને પગમાં કળતર, દુખાવો, ચામડીના રંગમાં ફેરફાર, આંખોની આસપાસની ચામડી પર જાંબલી ફોલ્લીઓ, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. પરવેઝ પણ અંતિમ દિવસોમાં આવી જ કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો.

આ પણ વાંચોઃ યુવા નેતાએ ચાલુ કર્યો દારુની હેરાફેરીનો ધંધો, જાણો કોણ છે આ બુટલેગર

Back to top button