કારગિલ વિજય દિવસ : દેશભક્તિની આ ફિલ્મો બલિદાન અને બહાદુરીની ગાથાની લાગણી બમણી કરશે
કારગિલ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈને જ્હાનવી કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે.આપણે જાણીએ જ છીએ કે 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સૈનિકોએ બહાદુરીનું ઉદાહરણ રજૂ કર્યું હતું અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનીઓને હરાવીને કારગિલના તે સ્થાનોને આઝાદ કરાવ્યા હતા જે પાકિસ્તાની સેનાના કબજામાં હતા.
તે યુદ્ધમાં 500 થી વધુ ભારતીય સૈનિકોએ દેશની ખાતર બલિદાન આપ્યું હતું.આજે પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં ભારતની જીતના 26 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક દિવસે, ચાલો જાણીએ કે કારગિલ યુદ્ધ પર બોલિવૂડમાં કઈ કઈ ફિલ્મો બની છે.
આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ: 84 દિવસના ઘમાસાણ યુદ્ધ પછી ભારતે મેળવ્યો હતો વિજય; જાણો ટાઇમલાઇન
શેરશાહ – કારગીલમાં શહીદ થયેલા જવાનોમાં કેપ્ટન વિક્રમ બત્રાનું નામ પણ સામેલ છે. કેપ્ટન વિક્રમ બત્રા 1999ના કારગિલ યુદ્ધમાં દેશ માટે શહીદ થયા હતા. વર્ષ 2021માં તેમના પર શેર શાહના નામથી એક ફિલ્મ બની હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી.
ગુંજન સક્સેના : વર્ષ 2020માં આવેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ પણ કારગિલ યુદ્ધ પર આધારિત હતી. શરણ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હાનવી કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણીએ ભારતીય એરપોર્ટની પાયલ ગુંજન સક્સેનાની ભૂમિકા ભજવી હતી, જે કારગીલ યુદ્ધ લડનાર પ્રથમ ભારતીય વાયુસેના પાયલોટ છે અને આ યુદ્ધમાં ભારતની જીતમાં તેનો મોટો હાથ છે.
ધૂપ : ફિલ્મ ‘ધૂપ’ પણ કેપ્ટન અનુજ નૈય્યરના પરિવારની વાર્તા પર આધારિત છે, જેમણે કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ ફિલ્મમાં ઓમપુરીએ કેપ્ટન નય્યરની ભૂમિકા ભજવી હતી.
LOC કારગિલ યુદ્ધ : જેપી દત્તા દ્વારા નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ LOC કારગિલ યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. આ દેશભક્તિની ફિલ્મમાં બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું. જેમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, અજય દેવગન, સંજય કપૂર, મનોદ બાજપેયી અને અક્ષય ખન્નાનો સમાવેશ થાય છે.
મૌસમ : શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘મૌસમ’ પણ કારગિલ યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરે ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને અનુપમ ખેરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાન મેચની તારીખમાં થઇ શકે છે ફેરફાર,ICC કરી BCCIને વિચાર કરવાની ભલામણ