ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કારગિલ વિજય દિવસ: ભારત-પાકિસ્તાન યુદ્ધની દિશા બદલનાર ટાઈગર હિલ વિજયનો ઈતિહાસ

કારગિલ યુદ્ધનો ઈતિહાસ: 26 જુલાઈ, 1999ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલના દુર્ગમ શિખરો પરથી ભગાડી દીધા હતા. તે વિશ્વની સર્વોચ્ચ લડાઇઓમાંની એક લડાઇ હતી. ભારત દર વર્ષે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે.

26મી જુલાઈનો દિવસ ભારતીય ઈતિહાસમાં ખૂબ જ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે જ ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાને હરાવ્યું હતું. ભારત આ દિવસે સેનાના બહાદુર જવાનોએ આપેલી શહાદતને યાદ કરે છે. 26 જુલાઈ, 1999ના રોજ ભારતીય સેનાએ બહાદુરી બતાવતા કારગીલની દુર્ગમ પહાડીઓ પર પાકિસ્તાની સેનાને હરાવીને ટાઈગર હિલ્સ પર ફરીથી ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. કારગિલ યુદ્ધ કુલ 60 દિવસ ચાલ્યું હતું. આ વર્ષે ભારત કારગિલ વિજય દિવસની 24મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

“જાણો કોણે રચી હતી કારગિલ યુદ્ધની સાજિશ”

ટાઇગર હિલની જીતે યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો:

  • કારગિલ યુદ્ધ બે મહિના ચાલ્યું હતું, આ કારગિલ યુદ્ધમાં એવું કહેવાય છે કે ટાઇગર હિલ જીત્યા બાદ આખું યુદ્ધ ભારતીય સેનાના હાથમાં આવી ગયું હતું. ચાલો જાણીએ ટાઇગર હિલ વિશે.

કેપ્ટન વિક્રમ બત્રાએ તેમના સાથીઓ સાથે 2 જુલાઈના રોજ ત્રણેય બાજુથી કારગીલ ચઢવાનું શરૂ કર્યું હતું. દરરોજ ભારતીય સૈનિકો પાકિસ્તાનના કબજા હેઠળના બંકરો પર ઉગ્ર હુમલાઓ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેના પાછળ દોડવા લાગી હતી, આવામાં ભારતીય સેનાએ 4 જુલાઈના રોજ ટાઈગર હિલ પર કબજો મેળવ્યો હતો અને ત્યારબાદ ભારતીય સેનાએ દ્રાસ સેક્ટર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ટાઈગર હિલ પર ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને ટાઈગર હિલ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 26 જુલાઈએ ભારતની જીત સાથે યુદ્ધનો અંત આવ્યો હતો.

કેપ્ટન વિક્રમ બત્રા-Humdekhengenews
કેપ્ટન વિક્રમ બત્રા

આપણે ભારતીયો દર વર્ષે 26મી જુલાઈએ આપણા જવાનોની શહાદતને યાદ કરીએ છીએ. ટાઈગર હિલ પર કબજો મેળવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ સમયે પાકિસ્તાની પીએમને સૈન્ય પાછા બોલાવવા વિનંતી કરી હતી. આ પછી, પાકિસ્તાનના પીએમએ ટેલિવિઝન દ્વારા પાકિસ્તાની લોકોને સંબોધિત કરતા સેના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાની પીએમેએ ભારતના તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયી સાથે વાત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આમ કારગીલ યુદ્ધમાં ટાઇગર હિલ જીત્યા બાદ યુદ્ઘ પુરુ ભારતીય સેનાના હાથમાં આવી ગયું હતું.

આ કારગીલ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાને ક્યારેય આ ભારતીયો નહીં ભુલી શકે, જેઓના યોગદાનથી આપણે કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. બસ ત્યારથી દરેક ભારતીય 26મી જુલાઈના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવે છે.

આ પણ વાંચો: એરફોર્સની તાકાત ગણાતું MiG 21 કઈ રીતે બન્યું ઉડતું કોફિન? કારગિલ યુદ્ધમાં ભજવી હતી મહત્વની ભૂમિકા

Back to top button