ટ્રેન્ડિંગમનોરંજન

સાઉથમાં કરીનાનું ધમાકેદાર ડેબ્યુઃ KGF સ્ટાર યશ સાથે કરી શકે ટોક્સિક

  • યશની ફિલ્મનું આગમન જ મોટા પરદા પર ધમાકાની ગેરંટી છે. હવે વધુ ગરમાગરમ ચર્ચા એ થઈ રહી છે કે બોલિવુડની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાન ‘ટોક્સિક’માં યશની અભિનેત્રી બનશે.

KGF-2 બાદ લોકો આતુરતાપૂર્વક રોકિંગ સ્ટાર યશની આગામી ફિલ્મની રાહ જોતા હતા. થોડા સમય પહેલા યશે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે તેના આગામી પ્રોજેક્ટનું નામ ‘ટોક્સિક’ રાખવામાં આવ્યું છે. આ પણ તેની આગળની ફિલ્મની જેમ ભવ્ય લાગી રહી છે. ક્રિટિક્સની ભરપૂર પ્રશંસા મેળવનાર ડિરેક્ટર ગીતુ મોહનદાસ આ પ્રોજેક્ટનું નિર્દેશન કરશે. યશની ફિલ્મનું આગમન જ મોટા પરદા પર ધમાકાની ગેરંટી છે. હવે વધુ ગરમાગરમ ચર્ચા એ થઈ રહી છે કે બોલિવુડની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાન ‘ટોક્સિક’માં યશની અભિનેત્રી બનશે.

કરીના કરશે સાઉથમાં ડેબ્યૂ!

કરીનાએ 24 વર્ષ પહેલા ‘રેફ્યુજી’થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી, તે એક મેચ્યોર્ડ અભિનેત્રી તરીકે ઓળખાય છે. તેણે ફક્ત બોલિવુડની ફિલ્મોમાં જ કામ કર્યું છે. ક્યારેય સાઉથની ફિલ્મોમાં કામ કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યશની ‘ટોક્સિક’ના મેકર્સ કરીનાને ફિલ્મમાં કાસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે અને તેઓએ આ અંગે કરીના સાથે ચર્ચા પણ શરૂ કરી દીધી છે. જો કરીના આ ફિલ્મ સાઈન કરે છે તો તેની સાઉથની ડેબ્યુ પણ હશે.

યશ અને ટોક્સિના મેકર્સ એક એવું નામ ઈચ્છે છે જે આ પ્રોજેક્ટને મોટો કરી દે અને અભિનેત્રીના કારણે પણ ફિલ્મ વધુમાં વધુ ઓડિયન્સ સુધી પહોંચી શકે. આ માટે તેમણે બોલિવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ કરીના કપૂરનો એપ્રોચ કર્યો છે. કરીના જો યશ સાથે ટોક્સિકમાં કામ કરશે તો દર્શકોનું એક્સાઈટમેન્ટ વધી જશે તે નક્કી છે.

સાઉથમાં કરીનાનું ધમાકેદાર ડેબ્યુઃ KGF સ્ટાર યશ સાથે કરશે ટોક્સિક hum dekhenge news

કરીનાને કામ માટે હંમેશા પ્રશંસા મળે છે

ગયા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ જાનેજાંમાં કરીનાના કામને ખૂબ જ પ્રશંસા મળી હતી. કહાનીમાં એક બાળકીની માતા બનેલી કરીનાને ક્રિટિક્સે ખુબ વખાણી હતી. તે એકદમ નવા અંદાજમાં પર્ફોમ કરતી જોવા મળી હતી. આ અગાઉ તેણે આમીર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કામ કર્યું હતુ. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ કરીનાની એક્ટિંગને દરેક રિવ્યુમાં હાઈલાઈટ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સલમાન અને ત્રિશાની જોડી બને તે પહેલા જ તૂટી, સાઉથની આ અભિનેત્રીએ ‘ધ બુલ’માં કરી રીપ્લેસ

Back to top button