ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કરીના કપૂરની વધશે મુશ્કેલીઓ! મધ્યપ્રદેશ હાઈકોર્ટે નોટિસ ફટકારી; જાણો શા માટે

Text To Speech
  • આ મામલો કરીના કપૂર દ્વારા લખવામાં આવેલા પ્રેગ્નેન્સી પરના પુસ્તક સાથે સંબંધિત છે 

જબલપુર, 11 મે: મધ્યપ્રદેશ હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને નોટિસ ફટકારી છે. આ મામલો તેણીએ પ્રેગ્નેન્સી પર લખેલા તેમના પુસ્તક સાથે જોડાયેલો છે. કરીના કપૂર દ્વારા પુસ્તકના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કરવા બદલ એક વ્યક્તિએ તેમની વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. આ સંબંધમાં વ્યક્તિએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અગાઉ એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસમાં અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કરિના કપૂરે મધ્યપ્રદેશ દ્વારા જારી કરાયેલી નોટિસનો 7 દિવસમાં જવાબ આપવો પડશે.

અરજદારે કરીના કપૂર પર લગાવ્યો આરોપ 

અરજીકર્તાએ તેમના પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજદારે કહ્યું છે કે, કરીના કપૂર ખાનના પુસ્તક ‘કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સી બાઇબલ’માં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કરીના કપૂર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ થવો જોઈએ.

કરીના કપૂર ઉપરાંત, અરજીના અન્ય રેસ્પોંટેંડ એમેઝોન ઓનલાઈન શોપિંગ, જગરનોટ બુક્સ અને પુસ્તકના સહ-લેખક છે. સૌથી પહેલા આ મામલામાં એન્થોનીએ જબલપુરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કરીના કપૂરે ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કારણ કે ‘હોલી બુક બાઈબલ’ની તુલના અભિનેત્રીની પ્રેગ્નન્સી સાથે કરી શકાય નહીં.

જ્યારે પોલીસે કેસ નોંધવાનો ઇનકાર કર્યો, ત્યારે વકીલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયા હતા અને સમાન કેસની માંગ કરતી ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. જો કે, મેજિસ્ટ્રેટ કોર્ટે પણ આ આધાર પર અરજીને ફગાવી દીધી હતી કે ફરિયાદકર્તા એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા હતા કે કેવી રીતે ‘બાઇબલ’ શબ્દના ઉપયોગથી ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ પછી તેણે એડિશનલ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો જેણે પણ કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં અરજદારે હવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ પણ જુઓ: અબ્દુ રોજિકની થઈ ગઈ સગાઈ? તસવીરો સોશિયલ મીડિયા પર કરી શેર

Back to top button