કરીના કપૂરના સ્વિટ્ઝરલેન્ડ અને મુંબઇના મકાનની કિંમત કરોડોમાં!


- કરીના કપૂરના મુંબઇના ઘરની કિંમત 25થી 30 કરોડ, તો સ્વિટ્ઝરલેન્ડનું ઘર 33 કરોડનું, બોલિવુડ અભિનેત્રી પાસે 13 કરોડની કિંમતની બ્રાન્ડેડ બેગ તેમજ ઓડી ક્યૂ-7 અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝુરિયસ કાર
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સૈફ અલી ખાનની પત્ની અને પટૌડી ખાનદાનની વહુ છે. તે ખૂબ જ આલીશાન જિંદગી જીવે છે. જાણીએ તેની પાસે કઇ કઇ મોંઘી વસ્તુઓ છે. કરીના કપૂર સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

કરીનાએ 2000ના વર્ષમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેણે અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો આપી છે. પોતાની કરિયરના પીક પર જ તેમે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ બે-ત્રણ ફિલ્મો કરીને કરીનાએ પોતાના લગ્ન અને પરિવાર પર સંપૂર્ણ ફોકસ કરવાનું શરૂ કરી દીધું અને બોલિવુડમાંથી બ્રેક લીધો.

આજે કરીના એક આલીશાન જિંદગી જીવે છે અને તેની પાસે અનેક સ્ટાઇલિશ તેમજ લક્ઝુરિયસ વસ્તુઓ છે. 43 વર્ષીય કરીના આ બધી મોંઘીદાટ વસ્તુઓની માલિક છે. કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાન પાસે એક આલીશાન ઘર છે, જેમાં ચાર માળ છે. તે મુંબઇના પોશ વિસ્તારમાં છે. આ કપલ મોટાભાગનો સમય ત્યાં જ વિતાવે છે. સૈફ કરીનાના આ ઘરની કિંમત 25થી 30 કરોડ રૂપિયા જેટલી છે. અભિનેત્રીએ ઘણી વખત પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઘરની તસવીરો પોસ્ટ પણ કરી છે.
સ્વિટ્ઝરલેન્ડના મકાનની કિંમત પણ કરોડોમાં
3 ઇડિયટ્સની આ અભિનેત્રી પાસે ભારતમાં કેટલાક ઘર ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડના ગસ્ટાડમાં એક શાનદાર એપાર્ટમેન્ટ છે. એક રિપોર્ટ મુજબ આ ઘરની કિંમત 33 કરોડ રુપિયા છે. કરીના રજાઓ માણવા ઘણી વખત ત્યાં જાય છે.

પતિએ આપેલી ગિફ્ટની કિંમત જ ન પૂછો!
કરીના પાસે 5 કેરેટની હીરાની અંગુઠી પણ છે, જે તેના પતિ સૈફે તેને ગિફ્ટમાં આપી હતી. આ રિંગને તે પોતાની લાઇફની સૌથી શુભ વસ્તુ માને છે. બોલીવુડ સ્ટાર્સની જેમ કરીના કપૂર કારની પણ ખૂબ શોખીન છે. તેના કલેક્શનમાં ઓડી ક્યૂ-7 અને મર્સિડીઝ બેન્ઝ જેવી એસ ક્લાસ સહિતની લક્ઝરી કાર છે. તેનું બેગ કલેક્શન પણ શાનદાર છે. તેની પાસે 13 લાખની કિંમતની હર્મેસ બિર્કિનની બેગ છે.
આ પણ વાંચોઃ કંગનાએ કોને કહ્યું, સુધર જાઓ નહીં તો…