ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

પાપારાઝી પર ભડકી કરીના કપૂર કહ્યું- ‘બસ કરો હવે, અમને એકલા છોડી દો’

Text To Speech

 મુંબઈ, 21 જાન્યુઆરી 2025 :    સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ હવે જઈને કરીના કપૂરે મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેને પાપારાઝીને આંડે હાથ લીધા છે. કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો જો કે થોડી જ મિનિટોમાં તેને પોસ્ટ ડિલીટ કરી દીધી. કરીના હાલમાં થોડા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે તેમના બાળકો અંગેની નવી પોસ્ટે તેને પરેશાન કરી મૂકી છે.

કરીનાએ એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ‘બંધ કરો હવે, થોડી તો માણસાઈ રાખો, ભગવાન માટે અમને એકલા છોડી દો.’ આ સાથે જ એક્ટ્રેસે હાથ જોડીને ઈમોજી પણ મૂક્યું છે. આ વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું હતું કે, એક્ટ્રેસના ઘરમાં જેહ અને તૈમૂર માટે નવા રમકડા આવ્યા છે. કરીનાના ગુસ્સાથી સ્પષ્ટ થાય છે કે તે હાલમાં ઘરે થયેલા હુમલાથી તે કેટલી પરેશાન છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

કરીનાની આ પ્રતિક્રિયા બાદ ચાહકોએ પણ તેને સપોર્ટ કર્યો છે. ચાહકોએ કરીનાના પરિવારને પ્રાઈવેસી આપવા તથા આવા સમાચારો બંધ કરવાની અપીલ કરી છે. આ પહેલી વાર નથી જ્યારે કરીનાએ પોતાની વાત રાખી હોય. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઉદ્દેશથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત : 16મી ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી

Back to top button