મનોરંજન

શું ત્રીજીવાર કરીના પ્રેગનેન્ટ ? જાણો શું કહ્યું કરીનાએ….

Text To Speech

અભિનેત્રી કરીના કપૂર ખાનને લઈને સોશ્યલ મીડિયા પર એક અફવા જોર પકડી રહી હતી. એવી વાતો થઈ રહી હતી કે કરીના કપૂર ફરી એક વખત પ્રેગનેન્ટ છે. આ અફવા આગની જેમ ફેલાઈ હતી અને એમના દરેક ફેન્સ જાણવા માટે આતુર હતા કે શું કરીના છે જ ફરી એક વખત પ્રેગનેન્ટ છે. હાલ કરીનાએ પોતે જ આ વાતને અફવા ગણાવીને લોકોના દરેક પ્રશ્નોના જવાબ આપી દીધા છે.

કરીના કપૂરે કરી સ્પષ્ટતા 

કરીના કપૂર ખાને તેની ઇંસ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને સાફ સાફ શબ્દોમાં લખ્યું છે કે તે પ્રેગનેન્ટ નથી. એ પોસ્ટમાં કરીના એ લખ્યું છે કે’ શાંતિ રાખો, આ બસ પાસ્તા અને વાઇનની અસર છે, હું પ્રેગનેન્ટ નથી. સેફ પણ એમ જ કહે છે કે આ દેશમાં વસ્તી વધારવામાં એમને પહેલા જ ઘણું યોગદાન આપી દીધું છે. ‘

કરીના કપૂર

જો કે કરીનાએ આ વાતને અફવા ગણાવીને લોકોની આતુરતાનો અંત લાવી દીધો છે પણ આ વાત ફેલાઈ કઈ રીતે અને ક્યાંથી લોકોને લાગવા લાગ્યું કે કરીના ફરી પ્રેગનેન્ટ છે એ વિશે જાણીએ. બોલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના પરિવાર સાથે કેટલાંક દિવસોથી લંડન વેકેશન એન્જોય કરી રહી હતી. કરીના પોતાના ડ્રીમ વેકેશનને પોતાના પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમૂર અને જેહ સાથે પોતાના સુંદર પારિવારિક સમયને યાદગાર બનાવી રહી હતી. સ્ટાર દંપત્તિના વેકેશનની અનેક તસવીરો પ્રશંસકોના દિલને સ્પર્શી ગઈ છે પરંતુ સૈફ અને કરીનાની એક અનસીન તસવીર ખાસ કારણથી ચર્ચાનો વિષય બની ગઈ હતી.

અભિનેત્રીએ અફવા પર લગાવ્યું પૂર્ણવિરામ  

કરીના કપૂર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના વેકેશનની તસવીરો સતત શેર કરી રહી હતી. જેના પર પ્રશંસકો પોતાનો પ્રેમ પણ વરસાવી રહ્યાં હતા પરંતુ કરીનાના ફેન પેજ પર તેની અને સૈફની એક અનસીન તસવીર વાયરલ થઇ હતી, જે સામે આવતા જ કરીના ત્રીજી વખત પ્રેગનેન્ટ હોવાના અહેવાલે જોર પકડયું હતું.

Back to top button