મનોરંજન

શાહરુખની આ આદતથી પત્ની ગૌરી ખાન પરેશાન, ‘કોફી વિથ કરણ’માં કર્યો ખુલાસો

Text To Speech

‘કૉફી વિથ કરણ 7’માં ગૌરી ખાન આવવાની વાતથી જ ચાહકો એક્સાઈટેડ થઈ ગયા છે. જે અંગે કરન જોહરના શોમાં ગૌરી ખાન, મહીપ કપૂર (સંજય કપૂરની પત્ની) તથા ભાવના પાંડે (ચંકી પાંડેની પત્ની) સાથે જોવા મળશેનો કરને લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો હતો. જે પ્રોમોમાં ગૌરી ખાને દીકરી સુહાનાને ડેટિંગ અંગે સલાહ આપી છે અને શાહરુખ ખાનની એક આદતથી અત્યંત પરેશાન હોવાની વાત કરી છે.

karan show
ગૌરી ખાન, મહીપ કપૂર તથા ભાવના પાંડે સાથે જોવા મળશે

દીકરીને શું સલાહ આપશે?:
પ્રોમોમાં કરણ જોહરે ગૌરી ખાનને પૂછ્યું હતું કે તે દીકરી સુહાનાને કઈ ડેટિંગ ટિપ્સ આપવા માગે છે? ત્યારે તેના જવાબમાં ગૌરીએ કહ્યું હતું કે સુહાના ક્યારેય એક સાથે બે છોકરાઓને ડેટ ના કરે બસ તેવી સલાહ આપીશ અને આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા હતા. જણાવી દઈએ તો સુહાના પણ નજીકના સમયમા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે તેમજ તે અવારનવાર પાર્ટી્સમાં પોતાના મિત્રો સાથે જોવા મળતી હોય છે આ સાથે તે તેના પિતાની જેમ જ ગ્લેંમ લાઈટમાં ચમકવા માંગે છે ત્યારે તેની માતા તેને ડેટિંગની એક સાથે બે લોકોને ડેટ ના કરવાની સલાહ આપતી જોવા મળી હતી.

મહીપને હૃતિક રોશન સાથે કામ કરવું છે:
બીજા પશ્રમાં કરને મહીપને પૂછ્યું હતું કે જો તેને ફિલ્મ ઑફર કરવામાં આવે તો તે કયા એક્ટર સાથે કામ કરવા માગે છે? ત્યારે જવાબમાં મહીપે હૃતિક રોશનનું નામ લીધું હતું. આ સાંભળીને કરણે કહ્યું હતું કે સાચે જ, આવું કહેવાની તારામાં હિંમત પણ છે.

ગૌરીએ કહ્યું પતિની આ આદતથી પરેશાન:
ગૌરી ખાનને શોમાં પૂછવામાં આવ્યું હતું કે પતિ શાહરુખની કઈ ખરાબ આદત છે. શોમાં કરણ જોહરે કહ્યું હતું કે શાહરુખ ખાન જ્યારે પણ પોતાના ઘરે પાર્ટી કરે ત્યારે બેસ્ટ હોસ્ટ બનતો હોય છે. તે પાર્ટીમાં આવેલા તમામે તમામ મહેમાનોને કાર સુધી મૂકવા જાય છે. આ સાંભળીને ગૌરી ખાને કહ્યું હતું કે લોકો ભલે શાહરુખ ખાનની આ આદતના વખાણ કરતા હોય, પરંતુ તે આ આદતથી તેણી મુશ્કેલીમાં મૂકાતી હોય છે.
ગૌરી ખાને કહ્યું હતું કે તેને ઘણીવાર એમ લાગે કે શાહરુખ ઘરમાં પાર્ટી કરવાને બદલે બહાર જ સમય વધુ પસાર કરે છે. મહેમાનો પાર્ટીમાં શાહરુખ ખાનને શોધવાનું શરૂ કરે છે. તેને લાગે છે કે તેમની પાર્ટી ઘરને બદલે રસ્તા પર થઈ રહી છે.

Back to top button