શેરબજાર લાલ નિશાનમાં થયું બંધ, સેન્સેક્સ 312 પોઈન્ટ ઘટ્યો


નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: 2025: વૈશ્વિક પ્રવાહોને અનુસરતા બીએસઇ સેન્સેક્સ ભારે ઊછાળા સાથે ખુલ્યો હતો પરંતુ સેબીએ ગઇકાલે જારી કરેલ નવા એલ્ગો ટ્રેડિંગ નિયમોને કારણે રોકાણકારો સાવચેતીપૂર્વકની ચાલને અનુસરતા હોઇને શરૂમાં ઊછાળા સાથે ખુલેલા સેન્સેક્સમાં હાલમાં આશરે 200 પોઇન્ટનું ગાબડુ પડ્યુ છે. નાના રોકાણકારોની સુરક્ષાને લઇને નવા એલ્ગો ટ્રેડિંગ નિયમો બહાર પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ નિયમો 1 એપ્રિલ 2025થી લાગુ પડશે. આ અસર આગળ ચાલતા અંતે સેન્સેક્સ 320 ઘટ્યો હતો અને નિફ્ટી 0.18 ટકાના ઘટાડા સાથે 23,696.30 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટી પર એપોલો હોસ્પિટલ્સ, હિન્ડાલ્કો, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બીપીસીએલ, ટ્રેન્ટના શેરમાં તેજી જોવા મળી. જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાઇટન કંપની, નેસ્લે, આઇટીસી, એચયુએલના શેર ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1 ટકાથી વધુનો વધારો થયો. FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા.
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 62 પોઈન્ટના વધારા સાથે 78,646.67 પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.20 ટકાના વધારા સાથે 23,787.00 પર ખુલ્યો. ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલના શેરને લઈને મોટા સમાચાર છે. આ બંને શેર માર્ચમાં નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સામેલ થઈ શકે છે. આ અંદાજ જાણીતી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ દ્વારા તેના તાજેતરના એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.