માતાએ ભીંડાનું શાક બનાવતા કપૂત દીકરાએ કરી દીધી હત્યા, હવે કોર્ટે..
લુધિયાણા, 5 ઓગસ્ટ, લુધિયાણાના સ્થાનિક કોર્ટે એક વ્યક્તિને તેણી માતાના હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. માતાએ બટાટા અને કોબીજને બદલે ભીંડાનું શાક બનાવી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને તેના કપૂત પુત્રએ એવું કર્યું હતું કે જે કોઈ દુશ્મન સાથે પણ ન કરી શકે. પુત્રએ ગુસ્સામાં આવીને તેણી માતાને ઉપાડીને છત પરથી નીચે ફેંકી દીધી હતી. ત્યારબાદ જ્યારે તેની માતા શેરીમાં ઘાયલ પડી હતી, ત્યારે તેણે તેના માથા પર લોખંડના સળિયા વડે માર માર્યો હતો.
માથા પર લોખંડના સળિયા વડે માર માર્યો
પંજાબના ઔદ્યોગિક શહેરોમાંથી એક લુધિયાણામાં એક પુત્ર પર તેની માતાની હત્યાનો આરોપ છે. આ સનસનીખેજ ઘટનાથી આસપાસના લોકો પણ સ્તબ્ધ છે. હત્યા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. માતાએ બટેકાને બદલે માત્ર ભીંડાનું શાક બનાવ્યું હતું જેમાં તેનો પુત્ર ગુસ્સે થઈ ગયો હતો અને માતાની હત્યા કરી દીધી હતી. સ્થાનિક અદાલતે હવે તેને તેની માતાની હત્યા કરવા બદલ પુત્રને આજીવન કેદની સજા સંભળાવી છે.
શું છે સમગ્ર મામલો ?
18 ઓક્ટોબર, 2022ના રોજ, પોલીસે મોહલ્લા ન્યૂ અશોક નગરના આરોપી સુરિન્દર સિંહ સામે તેની માતા ચરણજીત કૌરની હત્યા કરવા બદલ IPC (હત્યા)ની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદી ગુરનામ સિંહે પોલીસને જણાવ્યું હતું કે તેમને બે પુત્રો છે, કુલતાર સિંહ, આશરે 28 વર્ષનો અને સુરિન્દર સિંહ લગભગ 25 વર્ષનો છે. કુલતાર સિંહના છૂટાછેડા થઈ ગયા હતા જ્યારે સુરિન્દર સિંહ કુંવારો હતો. તેમની પત્ની ચરણજીત કૌર ગૃહિણી હતી. 17 ઓક્ટોબર, 2022 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ, જ્યારે તેઓ કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ ભોજન માટે ભીંડા બનાવવાનું શરૂ કર્યું. ફરિયાદીએ જણાવ્યું હતું કે સુરિન્દર સિંહ તેની માતા સાથે બટેટા-કોબીજની વાનગી કેમ નથી બનાવતી તે બાબતે દલીલ કરવા લાગ્યો હતો. દલીલ દરમિયાન, તેણે તેની માતાને છત પરથી નીચે ફેંકી દીધી. જેમાં તેણીને ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે ચરણજીત કૌરનું મૃત્યુ થયું હતું.
સેશન્સ જજ હરપ્રીત કૌર રંધાવાની કોર્ટે દોષિત પર 21,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષ અને એક સપ્તાહની સખત કેદની સજા ભોગવવી પડશે. આરોપી સુરિન્દરના પરિવારજનોએ જણાવ્યું કે તે ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવનો છે. આરોપીના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે જ્યારે સુરિન્દરના પિતા તેમના પત્નીને બચાવવા આવ્યા ત્યારે આરોપી પુત્રે પિતાને પણ માર માર્યો હતો. આમાં સુરિન્દરના પિતા ગુરનામ સિંહ પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો..ફ્લાઇટમાં થયો પતિ પત્નીનો ઝગડો, તો ઇમરજન્સી કરવું પડ્યું લેન્ડિંગ