- નેટફ્લિક્સ પર શરુ થયેલી નવી સીઝન માત્ર બે મહિનામાં થશે બંધ
- OTT નું સબસ્ક્રિપ્સન અને ઓછી વ્યુઅરશિપ બંધ થવા માટે જવાબદાર
- કપિલે નવા પેકેટમાં જુનો મસાલો આપવાનો પ્રયાસ કરતા શો નવું કાંઈ જોવા નથી મળતું
મુંબઈ, 4 મે: કપિલ શર્મા ભારતના પ્રખ્યાત અને ટોચના કોમેડિયનોમાંના એક છે. આખા વર્ષ દરમિયાન ચાહકોને ‘ધ કપિલ શર્મા શો‘ ની રાહ જોતા હોય છે. મહિનાઓની રાહ જોયા પછી, ‘ધ ગ્રેટ ઇન્ડિયન કૉમેડી’ શો 30 માર્ચે શરૂ થયો હતો. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કૉમેડી શૉ’ના ચાહકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું છે કે કપિલનો શો હવે બંધ થવા જઈ રહ્યો છે. આ માહિતીને અર્ચના પૂરન સિંહ અને કીકુ શારદાએ પણ અનુમોદન આપ્યું છે.
ધ ગ્રેટ કપિલ શર્મા શો થશે ઑફ-એર
નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન કોમેડી શો’ની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. નેટફ્લિક્સ પર શરુ થયેલા આ શોનો નવો સેટ પણ ભવ્ય હતો જેને જોતાં જ લાગે કે સેટ પર કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. કપિલ શર્માની સાથે તેના જૂના સાથી ખેલાડીઓ કીકુ શારદા, સુનીલ ગ્રોવર, રાજીવ ઠાકુર, અર્ચના પૂરન સિંહ અને કૃષ્ણા અભિષેક પણ આ સીઝનનો ભાગ બન્યાં હતાં. સુનીલ ગ્રોવર અને કપિલ શર્માનો ઝઘડો પણ નવા શોની સાથે પૂરો થઈ ગયો હતો તેઓ બંને 6 વર્ષ પછી સાથે જોવા મળ્યા. આ બંને કોમેડિયનને સાથે જોઈને તેમના ચાહકો પણ ઉત્સાહિત થયા હતા. નેટફ્લિક્સ પર નવો શો ધ ગ્રેટ કપિલ શર્મા શોનો પહેલો એપિસોડ નીતુ કપૂર, રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે શરૂ થયો હતો.
આમિર ખાનને ગેસ્ટ તરીકે બોલાવ્યો હતો
જ્યારે રણબીર કપુર, નીતુ કપુર અને રિદ્ધિમા કપુર કપિલના શોમાં આવ્યાં હતાં ત્યારે દર્શકોને તે જોઈને સારું લાગ્યું કે આ એક સારી શરુઆત થઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે કપિલે એ કરી બતાવ્યું કે, જે અત્યાર સુધી કોઈ હોસ્ટ નહોતું કરી શક્યું. કપિલે આ નવા શોમાં બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમિર ખાનને ગેસ્ટ તરીકે બોલાવ્યો હતો. આમિર ખાન કપિલના શો એટલા માટે આવ્યો હતો કે, જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે તે કપિલનો શો જોઈને પોતાનું મન હળવું કરતો હતો.
જે એપિસોડમાં આમિર દેખાયો હતો, તેને સૌથી વધુ વ્યુઅરશિપ મળી હતી અને લોકોએ તે પસંદ પણ ઘણો આવ્યો હતો. માત્ર એક કે બે એપિસોડ પછી, કપિલનો શો ગ્લોબલ હિટ થયો હતો અને દરેક જગ્યાએ ટ્રેન્ડ થયો હતો. કપિલે તેની હજુ ગયા અઠવાડિયે જ નેટફ્લિક્સ દ્વારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ સફળ થવા પર પાર્ટી પણ યોજી હતી. આ બધું થયા પછી લાગ્યું કે કપિલનો આ નિર્ણય યોગ્ય હતો. તેનો શો સારો ચાલી રહ્યો છે, લોકો પસંદ પણ કરી રહ્યા છે અને સારી વ્યુઅરશિપ પણ આવી રહી છે. પરંતુ જ્યારે શો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો. હજુ આ શો શરુ પણ નથી થયો અને બંધ થવાની જાહેરાત કરાઈ છે.
શા માટે બંધ થઈ રહ્યો છે કપિલનો શો
પહેલીવાર એવું બની રહ્યું છે કે જ્યારે કોઈ સુપરહિટ ટીવી શો માત્ર બે મહિનામાં બંધ થઈ જશે. આ શો બંધ થવાનું સૌથી મોટું કારણ વ્યુઅરશિપ છે, જેની પાસે OTTનું Subscription નહોતું તે આ શો સાથે જોડાઈ શક્યા નહી. આ શો પહેલા ટીવી પર આવતો હતો, જેમાં ગામડાના, શહેરર બાળકોથી માંડીને વૃદ્ધો સૌ કોઈ આ શોને માણતા હતા. જોકે હવે OTT પર ચાલી રહેલા શોના કારણે અડધાથી પણ વધારે વ્યુઅરશિપ ઘટી ગઈ છે. અને ટીવી પર શોની જે મઝા હતી એ હવે OTT પર ચાલી રહેલા શોમાં નથી રહી એ પણ એક કારણ છે.
કિકુ શારદાએ કહ્યું નવા શો સાથે જલ્દી પાછા ફરીશું
‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’માં દર્શકોને કપિલની સાથે સુમોના ચક્રવર્તીની પણ ખોટ વર્તાઈ રહી છે.વર્ષોથી લોકોએ કપિલ અને સુમોનાની મીઠી રકઝકને પસંદ કરતા હતા. પરંતુ આ સિઝનમાં સુમોનાને કપિલ સાથે જોવા ના મળતા શો ફિકો લાગી રહ્યો છે. આ સિવાય કપિલે જુના પેકેટના મસાલાને નવા પેકેટમાં વેચવાનાો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. આથી, ‘ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શો’ લોકોની અપેક્ષાઓ પર ખર્યો ઉતર્યો નથી. બાકી શો ના નવા સિઝન વિશે કિકુ શારદાએ જણાવતા કહે છે કે નવી સીઝનની સાથે જલ્દી પાછા ફરીશું, સામે આવેલા કારણ સિવાય હવે સાચું કારણ હવે શોના મેકર્સ જ બતાવી શકે છે કે ધ ગ્રેટ કપિલ શર્મા શો કેમ બંધ થઈ રહ્યો છે?
આ પણ વાંચો: કપિલના શોમાં સનીની વાતો સાંભળીને રડી પડ્યો બોબી દેઓલ, કહ્યું, ભાઈ મારા સુપરમેન